Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૦૦૨]
દર્શન અને ચિંતન સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલ ધર્મ એ માત્ર પોકળ છે અને પિકળોને ઢાંકવાના પ્રયત્નમાંથી પરિણામ પણ ભીરુતા, નિન્દા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
૬, ભિકની પ્રશ્નપદ્ધતિ? આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં એ બાબતે વિચારવા જેવી છે : એક તે આવા પ્રશ્ન કેમ ઉભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાનો ઈતિહાસ શું છે તે. ત્યાગ એ આન્તરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાણું અને વેશ તથા ચિહ્નોનું પાપડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પોપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોને ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી અન્તસ્યાગી અને બહારના ખોખાનું અત્તર લકે સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તે અધશ્રદ્ધા અને અવિવેક વળી પાછાં લેકેને જૂની ઘરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી % ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રમણ, મુનિ, શ્રેત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દનો અર્થ પૂછે છે ને બુદ્ધ તાવિક રીતે ખુલાસે કરે છે. '
આવી પ્રશ્નોત્તરશેલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણી અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતના વન, ઉદ્યોગ, અનુશાસન, શાન્તિ આદિ પર્વેમાં આના બહેળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્ન એ પણ આ જ શૈલીને નમૂનો છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધમ્મપદ આદિ બૌદ્ધ ગ્રન્થોમાં ઠેર ઠેર એવા પ્રશ્ન વીખરાયેલા છે. તે બધા રેચક હોવા ઉપરાંત શબ્દોના શૂળ અને તાત્ત્વિક અર્થનું અત્તર તારવવામાં બહુ પ્રકાશ ફેંકે છે.
હ, ૬૩ દષ્ટિએઃ પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓને નિર્દેશ છે, અને બુદ્ધિને તેથી પર કહી સ્તવવામાં આવ્યા છે. તે પ્રશ્ન એ છે કે એ ૬૩ દષ્ટિએ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા ? આ ૬૩ દૃષ્ટિઓ દીપનિકાય નામના બૌદ્ધ પિટકના પ્રથમ બ્રહ્મજાલસૂત્રમાં (ખરી રીતે આપણે જેને લોકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક
· Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org