Page #1
--------------------------------------------------------------------------
________________
પરિત્રાજિકાનુ રોમાંચક લગ્ન અને તેના પુત્રના મુખ્ય સાથે સલાપ
[ ૩૫ ]
<
૬ લલિતવિસ્તર ની પેઠે મહાવસ્તુ ' પણ ધપર પરાના એક કથાગ્રંથ છે. એમાં મુદ્દના વનને લગતી અનેક આખતા કથારૂપે અને પૌરાણિક શૈલીએ વર્ણવવામાં આવી છે, એનું સસ્કૃત પંડિતને પરિચિત સંસ્કૃતથી બહુ જુદા પ્રકારનું છે. એમાં પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓનું એવું મિશ્રણ છે કે તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. મહાવસ્તુ ' ગ્રંથ ત્રણ ભાગમાં પેરિસથી પ્રસિદ્ધ થયેલા છે. તેમાં એક ભિકઃ નામના પરિવ્રાજકની (ભાગ ૩, પૃ. ૩૮૯ થી ૪૦૧) કથા છે. ભિક પરિવ્રાજકરૂપે બુદ્ધ પાસે આવે છે અને અનેક પ્રશ્નો પૂછે છે. યુદ્ધ તેના જવાબ આપે છે. છેવટે સલિક જવાબથી સંતોષ પામી જીના શિષ્ય અને છે. આટલી મુદ્દાની વસ્તુ એ ગ્રંથમાં એટલી બધી ચક શૈલીમાં અને રામાંચક રીતે વવવામાં આવી છે કે કાઈ પણ વાચક તે કથા પ્રત્યે અનાયાસે આકર્ષાય. તેથી આ લેખમાં એને સાર આપી છેવટે કેટલાક મુદ્દા ઉપર સમાલોચના અને કાંઈક તુલના કરવા ધારું છું.
'
બનારસથી થાઉં દૂર સિપત્તન સ્થળમાં મૃગદાવ નામનું ઉપવન હતું. એ આજે સારનાથના નામથી પ્રસિદ્ધ છે, અને ત્યાં પ્રાચીન અશાસ્તૂપ વગેરે અનેક અવશેષો મળી આવ્યા છે. તે મૃગદાવ ઉપવનમાં એકવાર તથાગત યુદ્ધ પધારેલા. તે સમયની સભિક પરિત્રાજકની આ સલાપકથા છે.
મથુરા નગરીમાં એક ધનાઢય શ્રેષ્ઠી વાસ કરતા. તેને ત્યાં કન્યા ઉપર કન્યા એમ ચોથી ફન્યાના જન્મ થયો. ઉપરાઉપર ચાથી કન્યા અમગળ છે એવી માન્યતાથી પ્રેરાઇ તે શ્રેષ્ઠીએ એ કન્યા એક પરિવ્રાજિકાને અર્પિત કરી કહ્યું કે જ્યારે આ કન્યા ઉંમરે પહેોંચે ત્યારે એને તમે દીક્ષા આપો; તે તમારી શિષ્યા થશે. શ્રેષ્ઠીએ તે કન્યાના ઉછેર માટે એક ધાવમાતા આપી અને તેના પાષણ અર્થે જોઈતું નાણું પણુ આપ્યું. પાણીમાં કમળ વધે તેમ એ કન્યા વધવા લાગી. સમજણી થઈ કે તરત જ પરિવ્રાજિકાએ એને
૬૩
Page #2
--------------------------------------------------------------------------
________________
*૯૪ ]
દર્શોન અને ચિત્તન
પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાઓમાં એટલી બધી નિષ્ણાત બની કે તે અનેક પરિત્રાજિકા સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કાઈ એને જીતી કે પહાંચી શકતું નહિ અને તે સર્વ શાસ્ત્રવિશારદ તરીકે તથા એક અથવાદી તરીકે પ્રખ્યાતિ પામી.
હવે એમ બન્યુ કે એક બ્રાહ્મણ પંડિત, જે વૈશાસ્ત્ર પારગામી અને વૈયાકરણુ ઉપરાંત સદનવિશારદ પણ હતા, તે કરતા કરતા દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યા અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘોષણા કરી કે શું આ નગરમાં એવા કાઇ શબ્દપટુ કે વાદકુશળ છે જે મારી સાથે ચર્ચામાં ઊતરે? આ ઘેણા સાંભળી મથુરાવાસી લેકાએ તે પતિને કહ્યુ કે તારી મશાલ એલવી નાખ. અમારે ત્યાં એક સમથ તણી પરિત્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાચર્ચા કરશે. જો તમે તેની સાથે ચર્ચા કરી શકે તે તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પડિતે મીડુ ઝડપી કહ્યુ કે ભલે, હું તે પરિાજિકા સાથે જરૂર સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણુ તમા નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મડળાના આગેવાન એવા મથુરાવાસી લેકાએ તે પરિત્રાજિકાને ખેલાવી પૂછ્યું કે એક બ્રાહ્મણુ પતિ આવેલા છે, જે મોટા વિદ્વાન અને વાદી છે, તેની સાથે આાજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશો ? પેલી તરુણ પરિત્રાજિકાએ તરત જ કહ્યુ કે ખુશીથી. તે કે અન્ય કાઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાને મનેરથ સેવું છુ.
તે આગેવાન મહાજતાએ પરિવ્રાજિકાની મંજૂરી મળ્યા બાદ નગરમાં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવીકે આજથી સાતમે દિવસે અમુક પરિત્રાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદ ચર્ચા કરશે, તેથી જે સાંભળવા ઇચ્છે તે આવે. મહાજનાએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક ફ્રેંગભૂમિ સાથે એક માંચડા ઊભે કર્યાં. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહળવશે ચોમેરથી લોકા
ઊભરાવા લાગ્યા.
આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિત્રાજિકા મારી સાથે વાવવાદ કરવા તૈયાર થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તેા લઉં. આમ વિચારી તે પડિત પૃચ્છા કરતા કરતા પરિત્રાજિયાએના અનેક મઢમાં ગયા અને પોતે અજ્ઞાત થઈ પૂછ્યા લાગ્યો કે પેલા બ્રાહ્મણ પતિ સાથે વાદવિવાદમાં ઉતરનાર પરિવાજિયા ફર્ક ? છેવટે એને પત્તો લાગ્યો. જ્યારે એ
Page #3
--------------------------------------------------------------------------
________________
પરિવાજિકાનું રોમાંચક લગ્ન
[ ૯૯૫ પંડિત પેલી પરિત્રાજિકા પાસે પહોંચ્યો ત્યારે તે પિતાના પરિવેણુ (મઠ)માં મુક્ત અને શુદ્ધ-સંસ્કારી સ્વરથી સ્વાધ્યાય કરી રહી હતી. તે પવિતે પરિત્રાજિકાને પૂછયું કે તું સભા વચ્ચે મારી સાથે વાદકથા કરનાર છે? તેણીએ તરત જવાબ આપ્યો કે અવશ્ય હું પરિષદમાં તમારી કે કોઈ બીજાની સાથે વાદકથા કરવા તૈયાર છું. તે બ્રાહ્મણ તરુણ હતું તેમ સુંદર પણ હતું. પેલી પરિત્રાજિકા પણ તરણ તેમ જ સુંદર હતી. એકબીજા સમીપ આવવાથી અને પરસ્પરનું દર્શન થવાથી બંનેમાં પ્રેમાકુર પ્રગડ્યો. બ્રાહ્મણ પંડિત પરિવાજિકાને કહ્યું કે હું તને ચાહું છું. પરિત્રાજિકાએ પણ જવાબમાં એમ જ કહ્યું કે હું પણ તને ચાહું છું. પણ હવે બ્રાહ્મણ પંડિતે આગળ પ્રસ્તાવ કર્યો કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી આપણે સમાગમ શાય, પણ કોઈ જાણે નહિ. બ્રાહ્મણ પંડિતે જ યુક્તિ રોધી પરિવારજકાને કહ્યું કે આપણે ચર્ચા પહેલાં સભામાં એવી પ્રતિજ્ઞા કરીને જ ચર્ચા શરૂ કરીશું કે જે હારે તે જીતનારને શિષ્ય બને. આમ તે પુરુષે હંમેશા સ્ત્રીને જીતતા જ આવ્યા છે, એટલે પુરુષ છતે એમાં કોઈને નવાઈન લાગે, પણ જો તારા જેવી સ્ત્રી અને જીતે તે મારા હાલહવાલ જ થાય. લેકે એમ કહી નિન્દકે એક પુરુષ જેવા પુરુષને રાંધવા જેટલી જ અક્કલ ધરાવનાર સ્ત્રીએ હરાવ્યું ! તેથી તારે વાદમાં એવી રીતે વર્તવું કે છેવટે હું તને હરાવું. આથી તું મારી શિષ્યા બનીશ અને આપણે પરસ્પર સમાગમ થશે અને છતાં કોઈ જાણશે નહિ. પરિત્રાજિકાએ સ્ત્રી પ્રકૃતિને અનુસરી એ વાત કબૂલ રાખી. આ રીતે પરિવાજિકા સાથે ગુપ્ત મંત્રણ કરી તે પંડિત પોતાને સ્થાને પાછો ફર્યો.
સાતમે દિવસે નક્કી કરેલ સભાસ્થાનમાં લેકે ટોળે વળ્યાં, જેમાં રાજા, મંત્રી, આગેવાને, ગૃહ, વિદ્વાન, બ્રાહ્મણ, જુદા જુદા પંથના અનુયાયીઓ અને ગણિકા સુધ્ધાં હતાં. વાદી બ્રાહ્મણ પંડિત ઉપસ્થિત થયો, તેમ જ વાદનું બીડું ઝડપનાર પિલી પરિવાજિકા પણ બીજી અનેક પરિત્રાજિકાઓ સાથે ઉપસ્થિત થઈ. સભામાં નક્કી કરેલ પિતપતાને આસને બેસી ગયાં. બ્રાહ્મણ પંડિતે ઊભા થઈ સભાને સંબધી કહ્યું કે હું એક સ્ત્રી સાથે વાદથા કરવા તૈયાર થયો છું તે બાલચાપલ્ય જેવું સાહસ છે, કેમ કે પુરુષ સ્ત્રીને જીતે એમાં તે કઈને કાંઈ નવાઈ લાગતી નથી–સ્ત્રીએ પુરુષથી હારે જ એવી લેકની ચાલું માન્યતા છે જ–પણ જે સ્ત્રી પુરુષને હરાવે તે લોકોને નવાઈ લાગે અને લેકે હારેલ પુરુષની નિંદા પણ કરે કે જોયું, આ પુરુષ કે અધમ કે એને માત્ર રાંધણિયા બુદ્ધિ ધરાવનાર એક સ્ત્રીએ હરાવ્યું. આથી જ સ્ત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાના સાહસને હું બાલચાપલ્ય જેવું સાક્સ લેખું
Page #4
--------------------------------------------------------------------------
________________
૯૯૬ ]
દર્શન અને ચિંતન છું. અસ્તુ, તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બન્નેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારને શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પરિત્રાજિકાને પૂછ્યું, તે તેણે પણ પિતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે.
આ રીતે શરત નક્કી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબો અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પરિત્રાજિકાએ પણ આ સભા ઉપર પોતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નનો જવાબ આપે. આ રીતે પહેલે દિવસ એક બીજાને પ્રોત્તરમાં પસાર થયા, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બને ચર્ચામાં સરખા જ ઊતર્યો. આ રીતે સભામાં વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પરિવારજકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલો બધો રસ લેતા કે સાંજ પડે તેય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પોતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રેજ આટલું બધું મોડું કેમ કરો છો? દરેક પતિને પિતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે–શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને છતી નથી શકતે. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પિતપતાના ધણીને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિત હોય છે! તેમની બુદ્ધિશક્તિ પુરુષો કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે કોઈ પણ રીતે જે તે બ્રાહ્મણ પંડિત પરિત્રાજિકા દ્વારા હાર પામે તે આપણા બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીએ મહેણું મારી આપણને તણખલાલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તે પરિત્રાજિકાને જય વા છે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતનો જય વાંછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પરિવાજિકાના પ્રશ્નને જવાબ વાળ્યો, પણ પિલી પરિવાજિકાએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાનો ડોળ ક–જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી ઈ સભાજને પિકારી ઊડ્યા કે પરિવાજિફા હારી અને પંડિત કર્યો. ત્યાર બાદ પંડિત પિતાના ધર્મની નિશાની લેખે તે પરિવાજિકાને ત્રિદંડ અને છત્ર-ચાખડી આપી, પોતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી.
હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પિતાની શિષ્યા પરિવાજિકાતા
Page #5
--------------------------------------------------------------------------
________________
પરિવારજકાનું માંચક લગ્ન
[ ૯૯૯ મઠમાં જવા લાગે. બન્ને જણ પિતાને રુચે તેમ સમાગમમાં આવવા લાગ્યા. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પરિવાજિકા આપન્નસત્વા–સગર્ભા થઈ. બન્નેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રવાસ આદર્યો. પ્રામાનુગ્રામ પગે ચાલતાં તબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિવાજિકાએ પુત્રને જન્મ આપે. એક સભા અર્થાત્ સાર્વજનિક સ્થાનમાં એને જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડયું. માતાપિતા બન્નેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉંમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજી અનેક પરિવાજ, શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. હવે સલિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જે જણા ને પિતાની જાતને અબુદ્ધ-અજ્ઞાની લેખી કાઈ બુદ્ધ-જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતે કરતે છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યો. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછવાના ઈરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું છું કે તમે મારા પ્રશ્નોને અનુક્રમે 5 ખુલાસે કરે.” તથાગતે કહ્યું કે, “તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તે ખુશીથી પ્રશ્નો કર. હું તેને યથાયોગ્ય ઉત્તર વાળીશ.”
સભિક ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષુ કેને કહેવાય ? શ્રમણ અને દાત કોને કહેવાય ? બુદ્દે કહ્યું કે જેણે આત્મજય કર્યો હોય, જે કક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવને ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણ જગત રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હાય તે શ્રમણ જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, જે આ લેક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યોનું પાલન કરી સમયને સદુપયોગ કરતા હોય તે દાન્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ ભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કેને કહે? સ્નાતક કોણ કહેવાય? અને નાગનો અર્થ શો ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપને બહાર કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી. બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અન્દર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કપેલી રસીમાઓ કે કાઓમાં ફરી નથી બંધાતે તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુને કે
Page #6
--------------------------------------------------------------------------
________________
૯૯૮ ]
દર્શન અને ચિંતન અપરાધ નથી કરે, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લેવાતા નથી તે નાગ. ફરી એણે પૂછ્યું કે ભદન્ત! વેદક કણ કહેવાય? અનુવિદિત એટલે શું? અને વીર્યવાન કેવી રીતે થવાય ? આજાનેય ક્યારે કહેવાય ? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદને જાણી બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક, અંદર અને બહારના નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે કલેશનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણીઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાન, બધાં બંધને છેદી પાર ગયો હોય તે આજાય. એ જ રીતે ક્ષેત્રનું, કુશળ, પંડિત, મુનિ, શ્રેત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદનો સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યું, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી :
“હે ભગવન ! જે ૬૩ શ્રમણ દષ્ટિઓ-દર્શને છે તે બધાંથી તમે પર છે. તમે દુઃખને અન્ત કર્યો હોઈ દુઃખાન્તક છો. તમે મુનિ પદ પામી નિષ્કપ થયા છે. નાગેના નાગ અર્થાત હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવદાનવો પ્રશંસે છે. મેં જે જે શંકાઓ મૂકી તેને તમે ખુલાસો કર્યો. હે વીર! તમે જરા પિતાના ચરણ પસારે. આ સભિક તે ચરણોમાં પડી તમને વદે છે.”
- ત્યાર બાદ તથાગત સભિકને ભિક્ષુક પદથી સંધી પ્રવજ્યા આપી પિતાના સંઘમાં લીધે.
વાચકોના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ ષિાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપયુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં જ પતાવાશે.
૧. વિજ્યરસઃ પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રુચે છે. વિશેષ માનવજાતિનો ઈતિહાસ તે હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તે જાણીતા છે જ, પણ શાસ્ત્રવિજયની કથા હજારે વર્ષ જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઇતિહાસમાં તે આવે જ છે. વિદ્વાને અને જ્ઞાનીઓને પ્રથમ પ્રયત્ન એ રહેતા આવ્યું છે કે પિતાના વિષયના હરીફને કઈ પણ રીતે તે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશા
Page #7
--------------------------------------------------------------------------
________________
પરિત્રાધિનું માંચક લગ્ન
[ ૯૯૯ રહેત કે જે અન્ય પરંપરાના વિદ્વાને સાથે વાદચર્ચામાં ઊતરે, તેમને હરાવે અને પિતાના સમ્પ્રદાયને જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃતપાલિ વાડ્મય વાદચર્ચાના કાલ્પનિક અને અતિહાસિક વર્ણનથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચે અને નિયમ હોય છે, જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચ ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પિતાને સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજય માટે આવ્યો છે અને એ જ વલણને વશ થઈ પેલી પરિવાજિક પણ પ્રથમ તે વાદનું બીડું ઝડપે છે.
લોકોને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જોવાને રસ પણ અદમ્ય હેય છે. એવું યુદ્ધ જેવા ન મળે તે એની વાર્તા પણ રમ્ય લાગે છે, એ આપણે અનુભવ છે. પંડિત અને પરિત્રાજિકા વચ્ચે વાદનો અખાડે રચવામાં મથુરાવાસીઓને રસ કેટલો ઊંડે છે તે તે જાહેર ચર્ચા જેવા રોમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તેય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતમાં અને નવી ઢબની બેટિંગ કલબોમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુ ના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે.
૨. સ્ત્રી પણ વાદપટઃ સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરુષપ્રધાન હોઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી—એની સંખ્યા પુરુષો કરતાં નાની હેય એ વાત જુદી. પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષ સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચકનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવલ્કયે એનું મહત્ત્વ પણ અકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દતકથા પણ છે. દક્ષિણય પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે, એટલું જ નહિ, પણ તે સ્ત્રી પરિવાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિત્રાજક વર્ગ બુદ્ધ-મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યા આવે છે. એની પરસ્પર વિરુદ્ધ
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦ ]
દન અને ચિંતન
એવી ઘણી શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પરાજિકાઓના અનેક મઠોનો ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઇતિહાસની એ વાતને કે મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષુણીઓને પણ મોટા વર્ગ હતા, અને તે અનેક પથોમાં વહેંચાયેલા હતા. વધારે સભવ એવા છે કે એ પરિત્રાજિકાએ વૈદિકતર · પરપરામાંની હાય.
તે
૩. પ્રથમ મુલાકાતે પરસ્પર આણ વાદી પતિ ગયા તે કુતૂહલવશ કે વાદનું ખીડુ ઝડપનાર એક નારી છે, તો તે કેવી હશે? પણ બન્ને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તો ક્રમ કાઢવા એ મૂંઝવણનો ઉકેલ પણ બન્નેએ મળી શોધી કાઢળ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પતિની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિવ્રાજિકા એની યુક્તિ–ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રખળ આકર્ષણ સૂચવે છે. બન્ને જણ પોતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે. ૪. નગરનારીની ફરિયાદ ઃ એ હંમેશના અનુભવ છે કે જ્યારે પુરુષા સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની જિંદી રિયાદ રહે છે કે આટલું માપું કેમ કરે છે ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને માઢેથી રજૂ કર્યાં છે. મેાડુ થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોના ગવ ગાળી રહી છે. પુરુષોના મેાડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીએતે મે આશ્વાસન એ મળ્યુ કે અમે નહે તે અમારી એક બહેન પુરુષના ગવને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પોતપોતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના ઉત્કષૅથી રાજી થાય છે; પોતાની જાતને પાછળ રાખીને પણ પતિને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાના આખા નારીવ પેાતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પતિતે પરાજ્યની દિશામાં જતા જોઈ કેટલી. રાજી થાય છે ! બધી જ સ્ત્રીએ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે ઠીક થાય જો પુરુષ હારે તે ! વ્યક્તિગત રીતે પુરુષના ય વાંતી નારી સામુદાયિક રીતે પુરુષવગતે પરાજય કેમ ઇચ્છતી હરો, એ એક માનસશાસ્ત્રીય કાયડા તે ખરા જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિસ્તૃતીય એવા એ ચિત્તપ્રવાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
પારિવાજિકાનું રોમાંચક લગ્ન
[ ૧૦૦૧ વહ્યા કરે છે. જ્યારે વ્યક્તિગત આકાંક્ષાતૃપ્તિનો પ્રશ્ન હોય ત્યારે સામાન્ય રીતે સ્ત્રીનું વિજાતીય ચિત્ત પ્રધાન બની પુરષના પરાક્રમને ઝંખે છે અને તેને વશ રહેવામાં આન્તરિક કૃતાર્થતા અનુભવે છે; પણ જ્યારે સામુદાયિક આકાંક્ષાતૃપ્તિની ક્ષણ આવે છે ત્યારે તેનું સજાતીય ચિત્ત ગતિશીલ થાય છે અને તેને પિતાના સજાતીય વર્ગના ઉત્કર્ષ માટે ઝંખતી કરે છે. વ્યક્તિગત રીતે ઊંડે ઊંડે મનમાં પુરુષને ઉત્કર્ષ ઝંખતી નારી પણ સામુદાયિક રીતે નારીવર્ગના ઉત્કર્ષને પક્ષે જ હાથ ઊંચે કરે છે. એમ પણ હોય છે કે વ્યક્તિગત રીતે પુરુષને પરાભવ કરવા અસમર્થ એવી નારીના ચિત્તમાં કોઈ એવી ગ્રંથિ બંધાતી હોય કે પુરુષને ક્યારે પરાભૂત કરું. આવી તક જો કોઈ સ્ત્રી ગમે ત્યાં ઝડપતી હોય છે એની એ ભાનસગ્રંથિ તેમાં સૂર પુરાવે. કદાચ તેથી જ આ નારીવર્ગ એ પરિવાજિકાના વિજયની આશાથી નાચી ઊઠયો હેય.
પ. પરિત્રાજિકાનું સગર્ભા થવું અને દેશાતરમાં ચાલી નીકળવું: કથામાં આપણે જોયું કે વાદપટુ પરિત્રાજિકા છેક બાલ્યવયથી જ ઘરવંચિત થઈ હતી અને પરિવ્રાજિકાઓના મઠમાં ઊછરી, ત્યાં જ દીક્ષિત થઈ હતી. આટલી શાસ્ત્રપટુ અને રાતદિવસ શાસ્ત્રપારાયણમાં રત તેમ જ ધર્મક્રિયામાં ભાગ લેનાર એક ત્યાગી સ્ત્રી અજાણ્યા પુરુષના અણધાર્યા મિલનમાત્રથી શાસ્ત્રધર્મ-કર્મ બધું છોડી પુરુષ પ્રત્યે ક્ષણમાત્રમાં કેમ આકર્ષાઈ? કેમ એને છળકપટને આશ્રય લે પડ્યો અને ગર્ભ ધારણ કર્યા પછી પરિચિત વતન છોડી એને દેશાન્તરમાં ગુપ્તપણે કેમ ચાલ્યા જવું પડ્યું ? આ પ્રશ્ન કાંઈ કાલ્પનિક નથી. પ્રાચીન અને મધ્યયુગની પેઠે એવી ઘટનાઓ આજે પણ
જ્યાં ત્યાં જુદા જુદા આકારમાં બની રહી છે. તેથી સામાજિક સ્વાસ્થ અને નિર્દભ ધર્મના પક્ષપાતીઓએ વિચારવું ઘટે કે આવી ઘટનાઓનું મૂળ શું છે અને તે કેમ બનતી અટકે? સ્પષ્ટ છે કે ગૃહસ્થાશ્રમના રાજમાર્ગનું ઉલ્લંધન કરી અકાળે અને વણસમજે સંન્યાસ લેવામાં જ આવી ઘટનાઓનાં મૂળ છે. બીજી વાત એ છે કે જાણે-અજાણે એક વાર ત્યાગી બનેલ સ્ત્રી કે પુરુષ ફરી જે પ્રામાણિકપણે ભોગમાર્ગે વળે તો સમાજ એના પ્રત્યે સૂગ સેવે છે. એવા પ્રથમ ત્યાગી અને પછી ભોગી પાને તિરસ્કાર વિના જીવવાનું મુશ્કેલ બને છે અને એવી વ્યક્તિઓ ખંતીલી કે શ્રમપ્રિય હોય તેય તેઓને નિર્વાહનું સાધન મેળવવું અતિવસમું થઈ પડે છે. એને લીધે એવી વ્યક્તિઓને ક્યાંય પણ અજાણ્યા પ્રદેશમાં જવું ને ભટકવું પડે છે. આ સ્થિતિ કોઈ પણ સભ્ય સમાજ માટે ઇષ્ટ નથી. ઈચ્છાથી અને સમજણપૂર્વક જે થાય તેમાં જ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦૦૨]
દર્શન અને ચિંતન સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલ ધર્મ એ માત્ર પોકળ છે અને પિકળોને ઢાંકવાના પ્રયત્નમાંથી પરિણામ પણ ભીરુતા, નિન્દા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
૬, ભિકની પ્રશ્નપદ્ધતિ? આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં એ બાબતે વિચારવા જેવી છે : એક તે આવા પ્રશ્ન કેમ ઉભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાનો ઈતિહાસ શું છે તે. ત્યાગ એ આન્તરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાણું અને વેશ તથા ચિહ્નોનું પાપડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પોપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોને ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી અન્તસ્યાગી અને બહારના ખોખાનું અત્તર લકે સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તે અધશ્રદ્ધા અને અવિવેક વળી પાછાં લેકેને જૂની ઘરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી % ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રમણ, મુનિ, શ્રેત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દનો અર્થ પૂછે છે ને બુદ્ધ તાવિક રીતે ખુલાસે કરે છે. '
આવી પ્રશ્નોત્તરશેલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણી અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતના વન, ઉદ્યોગ, અનુશાસન, શાન્તિ આદિ પર્વેમાં આના બહેળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્ન એ પણ આ જ શૈલીને નમૂનો છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધમ્મપદ આદિ બૌદ્ધ ગ્રન્થોમાં ઠેર ઠેર એવા પ્રશ્ન વીખરાયેલા છે. તે બધા રેચક હોવા ઉપરાંત શબ્દોના શૂળ અને તાત્ત્વિક અર્થનું અત્તર તારવવામાં બહુ પ્રકાશ ફેંકે છે.
હ, ૬૩ દષ્ટિએઃ પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓને નિર્દેશ છે, અને બુદ્ધિને તેથી પર કહી સ્તવવામાં આવ્યા છે. તે પ્રશ્ન એ છે કે એ ૬૩ દષ્ટિએ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા ? આ ૬૩ દૃષ્ટિઓ દીપનિકાય નામના બૌદ્ધ પિટકના પ્રથમ બ્રહ્મજાલસૂત્રમાં (ખરી રીતે આપણે જેને લોકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક
·
Page #11
--------------------------------------------------------------------------
________________ પારિવારિકાનું માંચક લગ્ન [[ 1003 પકડમાં ફસાય ત્યારે તે બીજી પકડને વિરોધ કરે છે ને અંદરોઅંદર બધી દષ્ટિએ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્વની શોધમાં સાંપડેલી દષ્ટિએ એ તત્વને માર્ગ બનવાને બદલે એક એક જાળ અર્થાત ભ્રમજાળ બની જાય છે કે માણસ તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. બુદ્ધે જ સર્વપ્રથમ એમ કહ્યું કે કોઈ પણ દષ્ટિને પકડી ન બેસવું. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહે તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્યગામી બનવા, છોડવી જ જોઈએ. આવા મહાન ક્રાન્તદર્શનને લીધે જ બુદ્ધ દૃષ્ટિએથી પરરૂપે સ્તવાયા છે. -નચિકેતા.