________________
*૯૪ ]
દર્શોન અને ચિત્તન
પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાઓમાં એટલી બધી નિષ્ણાત બની કે તે અનેક પરિત્રાજિકા સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કાઈ એને જીતી કે પહાંચી શકતું નહિ અને તે સર્વ શાસ્ત્રવિશારદ તરીકે તથા એક અથવાદી તરીકે પ્રખ્યાતિ પામી.
હવે એમ બન્યુ કે એક બ્રાહ્મણ પંડિત, જે વૈશાસ્ત્ર પારગામી અને વૈયાકરણુ ઉપરાંત સદનવિશારદ પણ હતા, તે કરતા કરતા દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યા અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘોષણા કરી કે શું આ નગરમાં એવા કાઇ શબ્દપટુ કે વાદકુશળ છે જે મારી સાથે ચર્ચામાં ઊતરે? આ ઘેણા સાંભળી મથુરાવાસી લેકાએ તે પતિને કહ્યુ કે તારી મશાલ એલવી નાખ. અમારે ત્યાં એક સમથ તણી પરિત્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાચર્ચા કરશે. જો તમે તેની સાથે ચર્ચા કરી શકે તે તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પડિતે મીડુ ઝડપી કહ્યુ કે ભલે, હું તે પરિાજિકા સાથે જરૂર સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણુ તમા નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મડળાના આગેવાન એવા મથુરાવાસી લેકાએ તે પરિત્રાજિકાને ખેલાવી પૂછ્યું કે એક બ્રાહ્મણુ પતિ આવેલા છે, જે મોટા વિદ્વાન અને વાદી છે, તેની સાથે આાજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશો ? પેલી તરુણ પરિત્રાજિકાએ તરત જ કહ્યુ કે ખુશીથી. તે કે અન્ય કાઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાને મનેરથ સેવું છુ.
તે આગેવાન મહાજતાએ પરિવ્રાજિકાની મંજૂરી મળ્યા બાદ નગરમાં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવીકે આજથી સાતમે દિવસે અમુક પરિત્રાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદ ચર્ચા કરશે, તેથી જે સાંભળવા ઇચ્છે તે આવે. મહાજનાએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક ફ્રેંગભૂમિ સાથે એક માંચડા ઊભે કર્યાં. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહળવશે ચોમેરથી લોકા
ઊભરાવા લાગ્યા.
આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિત્રાજિકા મારી સાથે વાવવાદ કરવા તૈયાર થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તેા લઉં. આમ વિચારી તે પડિત પૃચ્છા કરતા કરતા પરિત્રાજિયાએના અનેક મઢમાં ગયા અને પોતે અજ્ઞાત થઈ પૂછ્યા લાગ્યો કે પેલા બ્રાહ્મણ પતિ સાથે વાદવિવાદમાં ઉતરનાર પરિવાજિયા ફર્ક ? છેવટે એને પત્તો લાગ્યો. જ્યારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org