________________
પરિત્રાધિનું માંચક લગ્ન
[ ૯૯૯ રહેત કે જે અન્ય પરંપરાના વિદ્વાને સાથે વાદચર્ચામાં ઊતરે, તેમને હરાવે અને પિતાના સમ્પ્રદાયને જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃતપાલિ વાડ્મય વાદચર્ચાના કાલ્પનિક અને અતિહાસિક વર્ણનથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચે અને નિયમ હોય છે, જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચ ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પિતાને સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજય માટે આવ્યો છે અને એ જ વલણને વશ થઈ પેલી પરિવાજિક પણ પ્રથમ તે વાદનું બીડું ઝડપે છે.
લોકોને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જોવાને રસ પણ અદમ્ય હેય છે. એવું યુદ્ધ જેવા ન મળે તે એની વાર્તા પણ રમ્ય લાગે છે, એ આપણે અનુભવ છે. પંડિત અને પરિત્રાજિકા વચ્ચે વાદનો અખાડે રચવામાં મથુરાવાસીઓને રસ કેટલો ઊંડે છે તે તે જાહેર ચર્ચા જેવા રોમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તેય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતમાં અને નવી ઢબની બેટિંગ કલબોમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુ ના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે.
૨. સ્ત્રી પણ વાદપટઃ સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરુષપ્રધાન હોઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી—એની સંખ્યા પુરુષો કરતાં નાની હેય એ વાત જુદી. પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષ સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચકનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવલ્કયે એનું મહત્ત્વ પણ અકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દતકથા પણ છે. દક્ષિણય પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે, એટલું જ નહિ, પણ તે સ્ત્રી પરિવાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિત્રાજક વર્ગ બુદ્ધ-મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યા આવે છે. એની પરસ્પર વિરુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org