Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પરિવાજિકાનું રોમાંચક લગ્ન [ ૯૯૫ પંડિત પેલી પરિત્રાજિકા પાસે પહોંચ્યો ત્યારે તે પિતાના પરિવેણુ (મઠ)માં મુક્ત અને શુદ્ધ-સંસ્કારી સ્વરથી સ્વાધ્યાય કરી રહી હતી. તે પવિતે પરિત્રાજિકાને પૂછયું કે તું સભા વચ્ચે મારી સાથે વાદકથા કરનાર છે? તેણીએ તરત જવાબ આપ્યો કે અવશ્ય હું પરિષદમાં તમારી કે કોઈ બીજાની સાથે વાદકથા કરવા તૈયાર છું. તે બ્રાહ્મણ તરુણ હતું તેમ સુંદર પણ હતું. પેલી પરિત્રાજિકા પણ તરણ તેમ જ સુંદર હતી. એકબીજા સમીપ આવવાથી અને પરસ્પરનું દર્શન થવાથી બંનેમાં પ્રેમાકુર પ્રગડ્યો. બ્રાહ્મણ પંડિત પરિવાજિકાને કહ્યું કે હું તને ચાહું છું. પરિત્રાજિકાએ પણ જવાબમાં એમ જ કહ્યું કે હું પણ તને ચાહું છું. પણ હવે બ્રાહ્મણ પંડિતે આગળ પ્રસ્તાવ કર્યો કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી આપણે સમાગમ શાય, પણ કોઈ જાણે નહિ. બ્રાહ્મણ પંડિતે જ યુક્તિ રોધી પરિવારજકાને કહ્યું કે આપણે ચર્ચા પહેલાં સભામાં એવી પ્રતિજ્ઞા કરીને જ ચર્ચા શરૂ કરીશું કે જે હારે તે જીતનારને શિષ્ય બને. આમ તે પુરુષે હંમેશા સ્ત્રીને જીતતા જ આવ્યા છે, એટલે પુરુષ છતે એમાં કોઈને નવાઈન લાગે, પણ જો તારા જેવી સ્ત્રી અને જીતે તે મારા હાલહવાલ જ થાય. લેકે એમ કહી નિન્દકે એક પુરુષ જેવા પુરુષને રાંધવા જેટલી જ અક્કલ ધરાવનાર સ્ત્રીએ હરાવ્યું ! તેથી તારે વાદમાં એવી રીતે વર્તવું કે છેવટે હું તને હરાવું. આથી તું મારી શિષ્યા બનીશ અને આપણે પરસ્પર સમાગમ થશે અને છતાં કોઈ જાણશે નહિ. પરિત્રાજિકાએ સ્ત્રી પ્રકૃતિને અનુસરી એ વાત કબૂલ રાખી. આ રીતે પરિવાજિકા સાથે ગુપ્ત મંત્રણ કરી તે પંડિત પોતાને સ્થાને પાછો ફર્યો. સાતમે દિવસે નક્કી કરેલ સભાસ્થાનમાં લેકે ટોળે વળ્યાં, જેમાં રાજા, મંત્રી, આગેવાને, ગૃહ, વિદ્વાન, બ્રાહ્મણ, જુદા જુદા પંથના અનુયાયીઓ અને ગણિકા સુધ્ધાં હતાં. વાદી બ્રાહ્મણ પંડિત ઉપસ્થિત થયો, તેમ જ વાદનું બીડું ઝડપનાર પિલી પરિવાજિકા પણ બીજી અનેક પરિત્રાજિકાઓ સાથે ઉપસ્થિત થઈ. સભામાં નક્કી કરેલ પિતપતાને આસને બેસી ગયાં. બ્રાહ્મણ પંડિતે ઊભા થઈ સભાને સંબધી કહ્યું કે હું એક સ્ત્રી સાથે વાદથા કરવા તૈયાર થયો છું તે બાલચાપલ્ય જેવું સાહસ છે, કેમ કે પુરુષ સ્ત્રીને જીતે એમાં તે કઈને કાંઈ નવાઈ લાગતી નથી–સ્ત્રીએ પુરુષથી હારે જ એવી લેકની ચાલું માન્યતા છે જ–પણ જે સ્ત્રી પુરુષને હરાવે તે લોકોને નવાઈ લાગે અને લેકે હારેલ પુરુષની નિંદા પણ કરે કે જોયું, આ પુરુષ કે અધમ કે એને માત્ર રાંધણિયા બુદ્ધિ ધરાવનાર એક સ્ત્રીએ હરાવ્યું. આથી જ સ્ત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાના સાહસને હું બાલચાપલ્ય જેવું સાક્સ લેખું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11