Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૯૯૮ ] દર્શન અને ચિંતન અપરાધ નથી કરે, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લેવાતા નથી તે નાગ. ફરી એણે પૂછ્યું કે ભદન્ત! વેદક કણ કહેવાય? અનુવિદિત એટલે શું? અને વીર્યવાન કેવી રીતે થવાય ? આજાનેય ક્યારે કહેવાય ? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદને જાણી બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક, અંદર અને બહારના નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે કલેશનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણીઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાન, બધાં બંધને છેદી પાર ગયો હોય તે આજાય. એ જ રીતે ક્ષેત્રનું, કુશળ, પંડિત, મુનિ, શ્રેત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદનો સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યું, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી : “હે ભગવન ! જે ૬૩ શ્રમણ દષ્ટિઓ-દર્શને છે તે બધાંથી તમે પર છે. તમે દુઃખને અન્ત કર્યો હોઈ દુઃખાન્તક છો. તમે મુનિ પદ પામી નિષ્કપ થયા છે. નાગેના નાગ અર્થાત હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવદાનવો પ્રશંસે છે. મેં જે જે શંકાઓ મૂકી તેને તમે ખુલાસો કર્યો. હે વીર! તમે જરા પિતાના ચરણ પસારે. આ સભિક તે ચરણોમાં પડી તમને વદે છે.” - ત્યાર બાદ તથાગત સભિકને ભિક્ષુક પદથી સંધી પ્રવજ્યા આપી પિતાના સંઘમાં લીધે. વાચકોના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ ષિાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપયુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં જ પતાવાશે. ૧. વિજ્યરસઃ પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રુચે છે. વિશેષ માનવજાતિનો ઈતિહાસ તે હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તે જાણીતા છે જ, પણ શાસ્ત્રવિજયની કથા હજારે વર્ષ જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઇતિહાસમાં તે આવે જ છે. વિદ્વાને અને જ્ઞાનીઓને પ્રથમ પ્રયત્ન એ રહેતા આવ્યું છે કે પિતાના વિષયના હરીફને કઈ પણ રીતે તે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11