Book Title: Paramno Sparsh Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 6
________________ સત્સંગ સેવવા મળ્યો. પૂ. નાનુભાઈ શાસ્ત્રી સમા મુમુક્ષુ પાસે પુત્રભાવે રહેવા મળ્યું. પૂ. ગોકુળભાઈ શાહ, પૂ. આત્માનંદજી, પૂ. રાકેશભાઈ ઝવેરી, પૂ. લાડકચંદભાઈ વોરા 'બાપુ' અને પૂ. ભાઈશ્રી નલિનભાઈ કોઠારીનો પ્રત્યક્ષ પરિચય થયો અને એમની પાસેથી શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વવિચારને પામવાનો યોગ મળ્યો. એ સહુને ઋણસ્વીકાર સાથે વંદન કરે છે. વળી પરમનો સ્પર્શ'– એ નામે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના માસિક 'દિવ્યધ્વનિમાં સતત લેખો પ્રગટતા રહ્યા. આ લેખમાળામાં એકસોથી વધુ લેખો પ્રગટ થયા અને હજુ એ લેખમાળા લખાઈ રહી છે. આ માટે સંસ્થાના અધિષ્ઠાતા પૂ. આત્માનંદજી, પૂ. બહેનશ્રી શર્મિષ્ઠાબહેન તથા સામયિકના સંપાદક શ્રી મિતેષભાઈ શાહનો આભાર માનું છે. જીવનની સમજદારી ખીલવવામાં ઉપયોગી થાય એવું સત્ત્વવિચાર અને વિચારસત્ત્વ પ્રગટ કરતું આ બહુજનહિતાય અને બહુજનસુખાય એવા આ પુસ્તકમાં હ્રદયની ઊર્ધ્વતાની ઝંખના અને પરમ તત્ત્વને જરૂર પડ્યે ગ્રંથો અને પરંપરાનીયે પાર જઈને જોવાની મનોકામના મારી રહી છે. જોઈએ, પરમનો સ્પર્શ પામવાની આ યાત્રા કેવી ને કેટલી ફળદાયી થાય છે. ૩૦-૮-૨૦૧૮ – કુમારપાળ દેસાઈPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 257