Book Title: Panch Pratikraman Sutra Author(s): Sukrutnidhi Trust Publisher: Sukrutnidhi Trust View full book textPage 8
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ઉપાધ્યાયજી અમર રહો ! સ્તુતિ (મૈત્રીભાવનું પવિત્ર ઝરણું : એ રાગ) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જિનવર શાસનના શણગાર, શૈર્ય ક્ષમા ને ગંભીરતાદિ અનેક ગુણગણના ભંડાર; જ્ઞાનયોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન-શાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૧ ધન્ય કનોડા ધન્ય સોભાગદે ધન્ય નારાયણ ધર્મશ્રા, ધન્ય સુહગુરુ શ્રી નવિજયજી ધન્ય ધન્ય એ ધનજી શૂરા; ધન્ય સિંહસૂરિજી જેણે હિતશિક્ષાનાં દીધાં દાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૨ ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, ભક્તામર ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત; સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૩ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી; ગુરુવર ચરણપસાવે હેજે લાવ્યું આતમ અનુભવ જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 158