Book Title: Panch Pratikraman Sutra Author(s): Sukrutnidhi Trust Publisher: Sukrutnidhi Trust View full book textPage 7
________________ આવે છે. તેની ગતિની જેમ એ ચરણો બોલવા જોઈએ. આ સિવાય વપરાયેલા છંદમાં જગચિંતામણિ સૂત્રમાં રોલા છંદ, વસ્તુ છંદ, ચઉક્કસાય સૂત્રમાં પદાકુલા છંદ, અડિલય છંદ. વિશાલલોચન અને નમોસ્તુમાં વપરાયેલા વંશસ્થ વગેરે છંદ અને એ રીતે બોલવાથી સૂત્રોમાં માઘુર્ય પ્રકટ થાય છે સરસતા જણાય છે. એટલે તમામ ધાર્મિક શિક્ષકગણ ને મારી ભારપૂર્વકની ભલામણ છે કે તમે કોઈક છંદના જાણકાર પાસે તે તે છંદના ઉચ્ચારને બોલવાની પધ્ધતિની સાચી રીત શીખી લેજો કારણકે વસંતતિલકા, ઉપજાતિ, મંદાક્રાન્તા, વગેરે છંદનું નક્કી કરેલા અક્ષર પ્રમાણેનું બંધારણ હોય છે અને અમુક અક્ષરે વિરામ લેવાનો હોય છે વગેરે બાબતો રૂબરૂમાંજ શીખી શકાય માટે તમે તેવા જાણકાર પાસે શીખી લેજો અને તે પ્રમાણે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને ભણાવજો. ખૂબ આનંદ આવશે અને જ્ઞાનનો ક્ષયોપશમ વઘશે. આ પુસ્તકના પ્રફ મુનિશ્રી રાજહંસ વિજયજીએ તથા પંડિત શ્રી ગુણવંતભાઈ ઠારે (સૂરત) કાળજીથી વાંચ્યા છે છતાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેવા વિનતિ છે. સાવચેતી અને કાળજી છતાં ભૂલની સંભાવના રહે છે માટે શ્રુતરાગી વિદ્વાનોને સુધારવા અને ધ્યાન દોરવા વિનતિ છે. પ્રાન્ત માત્ર જ્ઞાન પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને આ પ્રયાસ કરાવ્યો છે, છતાં આમાં મતિ મંદતા વગેરે દોષોથી કશું અનુચિત થયું હોય તો ક્ષમા પ્રાર્થના સાથે.... જ્ઞાનપંચમી, સં.૨૦૫૪] શ્રી નેમિ અમૃત દેવ હેમચન્દ્રસૂરિ શિષ્ય ભાવનગર પ્રદ્યુમ્નસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 158