________________
(૪) જે પદ્ય રજુ કર્યા છે તે કુમારપાલની સ્તુતિના પૂ. આ. અમૃતસૂરિમહારાજે કરેલ અનુવાદ પદ્યો છે)
ઘણો મોટો પણ કપાસનો ઢગલો અગ્નિના એક કણથી ક્ષણવારમાં બળીને રાખ થઈ જાય છે, ગાઢ અંધકાર પણ સૂર્યના પ્રગટ થવાની સાથે જ નષ્ટ થઈ જાય છે, મોટા અબજોપતિ પણ શેરબજારમાં ઉથલપાથલ થતા ક્ષણવારમાં રોડપતિ બની જાય છે, તેમ કર્મનો મોટો જથ્થો પણ વીતરાગ પરમાત્માની ભક્તિ કે સ્તવનાથી ક્ષણવારમાં નાશ પામી જાય છે. માટે જ નાગકેતુ પ્રભુની પુષ્પપૂજા કરતા કરતા ભાવવિભોર બની ક્ષપકશ્રેણિમાં આરોહણ કરી કેવળજ્ઞાન પામી ગયા..
મોઢામાં હજારો જીભ હોય હૃદયમાં કેવળજ્ઞાન હોય લાખો પૂર્વના આયુષ્ય હોય
તો પણ તીર્થંકર ભગવંતના મહિમાને વર્ણવવાને જેમ અશક્ય છે એમ તીર્થંકર પરમાત્માની ભક્તિના ફળનું પણ વર્ણન કરવું અશક્ય છે.
પરમાત્મ પદની વિશેષતા જુઓ. ગઈ ચોવીશીના ત્રીજા સગર તીર્થકરના મુખે ભગવાન નેમનાથ સ્વામીના શાસનમાં પોતાની મુક્તિ સાંભળીને પરમાત્મા નેમનાથ સ્વામી પણ જ્યારે સમકિત પામ્યા નથી તેવા સમયે પાંચમાં બ્રહ્મદેવલોકના ઈદ્ર પરમાત્માની રત્નની પ્રતિમાનું નિમણિ કરીને દેવલોકમાં તેની પુજાનો પ્રારંભ કરી દીધો, એવી જ રીતે ગતચોવિસીમાં દામોદર પ્રભુની વાણી સાંભળીને અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નિર્માણ કરી પૂજા શરૂ કરી દીધી,પરમાત્મા તીર્થંકર દેવો જ્યારે પરમાત્મપદને પામ્યા પણ નથી ત્યારે પણ ભવિષ્યમાં તીર્થંકર પદને પામવાના છે તે નિમિત્તે તેમની ભકિતનો પ્રારંભ થઈ જાય છે.
ખરેખર દેવાધિદેવ તીર્થંકર પરમાત્માનો વર્ણનાતીત-કલ્પનાતીત પ્રભાવ છે. કહેવાય છે કે પ્રભુનું વર્ણન કરવા માટે જોઈતા શબ્દો જ શબ્દકોષમાં નથી, શા આધારે ના વર્ણન કરીએ ? જુઓ વળી કુમારપાલ મહારાજાના શબ્દો.
વિતરાગ હે, કૃતકૃત્ય ભગવન્! આપને શું વિવું ?,