________________
(૨) ભાવોથી સર્જન થયેલા સ્તુતિ અને સ્તવનો નો પાઠ આજે પણ આપણને ભાવવિભોર બનાવી દે છે. આવા જ એક મહાપુરુષ નિકટના સમયમાં થોડા વર્ષો પૂર્વે થયા–પપૂ. ચિદાનંદજી મહારાજ. તેઓએ પણ અતિગૂઢ ભાવોથી ભરેલા પરમાત્મ ભક્તિના અનેક પદો રચીને ભક્તિક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું. તેમના આ પદો લાલિત્યથી ભરેલા ભાવવાહી છે. અંતરમાં ભારે તોફાનને ઉભુ કરી દે છે અને સંસાર તરફ દોડતા મનને ફેરવીને પ્રભુ તરફ દોડતું બનાવી દે છે. જેમ પ્રભુભક્તિના પદો રચ્યા છે તેજ રીતે સંસારની અસારતા દર્શક વૈરાગ્ય વર્ધક, પુદ્ગલ ગીતા અધ્યાત્મ છત્રીશી વગેરે પદો પણ એમણે રચ્યાં છે. આ બધાનો સ્વાધ્યાય ખરેખર જો અંતરથી કરવામાં આવે તો પુદ્ગલ આસક્તિ ઘટ્યા વગર રહે નહિ. અને પરમાત્મ ભક્તિ પણ વધ્યા વગર રહે નહીં. અને તેથી જ આવા ઉગ્ર સંયમ અને ઘોર તપ સાથે વિશ્વ વાત્સલ્યને ધારણ કરનારા દેવાધિદેવની સ્તુતિ-સ્તવના-ભકિતથી જીવ પોતે પણ સંયમ તપમાં અવરોધભૂત કર્મનો ક્ષય કરી સ્વયં ઉગ્ર સંયમ અને ઘોર તપનો આરાધક બની શીધ્ર નિર્વાણને પામે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે.
"थयथुइ मगंलेण भंते जीवे किं जणई ? थयथुइमंगलेणं णाणदंसण चरित्त बोहिलाभं संजणइ, नाणदंसणचरित्त बोहिलाभसंपन्नेणं जीवे अंतकिरियं कप्पविभाणोववजियं आराहणंवा आराहेइ ।
સ્તવ સ્તુતિ રૂપ મંગલથી હે પ્રભુ ! જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવસ્તુતિરૂપ મંગલથી જીવને દર્શન જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ બોધિલાભની પ્રાપ્તિ થાય છે. આનાથી જીવને મુક્તિની (કર્મનો સર્વથા નાશ કરનારી). આરાધનાની પ્રાપ્તિ થાય છે અથવા વૈમાનિક દેવમાં ઉત્પન્ન થવાય એવી આરાધના થાય છે.
અહીં સ્પષ્ટ થયું કે સ્તુતિ સ્તોત્રાદિ દ્વારા જીવને રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે અને તેનાથી તેજ ભવમાં મુક્તિ ન થાય તો અવશ્ય વૈમાનિક દેવલોકની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી.... -
પૂજાકોટિ સમાન સ્તવપાઠનું ફળ શાસ્ત્રમાં બતાવેલ છે. અરે પરમાત્માની