________________
(૧)
યત્કિંચિત
લેખક : પ.પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા
ઘોર તપ અને ઉગ્ર સંયમ વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ઉગ્ર સંયમ અને ઘોર તપની આરાધનાનું સત્વ પ્રાપ્ત કરવું કેવી રીતે ? એ પ્રાપ્ત કરવાનો ઉપાય ઉગ્ર સંયમી અને ઘોર તપસ્વી આત્માઓના ગુણાનુવાદ અને સ્તવના છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ કોટિના સંયમી અને તપસ્વી થઈ ગયા. ઘોર તપ અને ઉગ્રસંયમ દ્વારા કર્મ ખપાવી એ મહાપુરુષો કેવળજ્ઞાનને પામ્યા એટલું જ નહીં પણ ઉગ્ર સંયમ અને ઘોર તપ સાથે એ મહાપુરુષોના જીવનમાં એક બીજી મહાન વિશેષતા હતી અને તે જગતના જીવ માત્ર પ્રત્યેની અગાધ કરુણા અથવા વિશ્વવાત્સલ્ય. પરમાત્મા દેવાધિદેવના પરમ ઉપાસક એવા સ્વ. પન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મ.ના શબ્દોમાં જોઈએ તો “શ્રી તીર્થંકર દેવો જગતમાં પૂજ્યતમ છે તેનું કારણ તેમની વિદ્વતા, રાજ્યસત્તા કે રૂપરંગાદિ નથી, પરંતુ તેમનું અગાધ અનુપમ અપરિમેય વિશ્વ વાત્સલ્ય છે. જેમાંથી તીર્થંકરત્વનો જન્મ થાય છે”
આમ વિશ્વના સર્વે જીવો પ્રત્યેની અંગાધ કરુણાથી તીર્થંકર નામ કર્મનો બંધ કરી ત્રીજા ભવે તીર્થંકર બની શાસનસ્થાપના, દ્વાદશાંગીનું સર્જન વગેરે દ્વારા વિશ્વ ઉપર મહાન ઉપકાર કરનાર દેવાધિદેવ તીર્થંકર ભગવંતો પ્રત્યે યોગ્ય આત્માઓના હૈયામાં ભક્તિ અને બહુમાનના ભાવ જાગ્યા વગર રહેતા નથી અને આવા ભાવોમાંથી ઉત્પન્ન થાય છે પરમાત્માની
સ્તવના
સ્તુતિઓ... સ્તોત્રો.... વગેરે...
• પૂ. આ. સિદ્ધાર્સન દિવાકર સૂરિ મ.સા. કલિકાલસર્વજ્ઞ પૂ. આ. હેમચન્દ્રસૂરિ મ.સા., પૂ. હરિભદ્રસૂરિ મ.સા. પૂ. આનંદધનજી મ.પૂ. ઉપાધ્યાયજી યશોવિજય મ.સા. વગેરે પૂર્વના અનેક મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા