Book Title: Padyavali Author(s): Karpurvijay, Kunvarji Anandji Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ સ્તવનામાં આગળ વધતો ભાવ વિભોર બનતો જીવ તીર્થકર નામગોત્રનો બંધ કરે છે. તેવા રાવણાદિના દ્રષ્ટાંતો આપણા શાસનમાં પ્રસિદ્ધ છે. પરમાત્મ ભકિતમાં મગ્ન બનતા દેવો પણ મનુષ્ય ગતિ આદિ મુનષ્યને લગતી ઉત્કૃષ્ટ રસવાળી પુણ્ય પ્રકૃતિઓ બાંધે છે તેમ કર્મગ્રંથમાં બતાવેલ છે, પરમાત્માના દર્શન કરતા જીવ જેમ જેમ આનંદ પામે છે તેમ તેમ આત્મા પરથી કમ ખરતા જાય છે, એજ રીતે ભાવપૂર્વક સ્તોત્ર પાઠ કરતા જીવો પણ અપૂર્વ કર્મ નિર્જરા કરે છે | દર્શનથી પૂજા મહાન છે, પૂજાથી પણ સ્તોત્રપાઠ મહાન છે તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે “પૂના કોટિ સમં સ્તોત્રપાઠ” કુમારપાલ મહારાજાએ પોતાની રચેલી સ્તુતિમાં પણ પરમાત્માનો સ્તોત્ર પાઠ કરનારને ખૂબ જ ધન્ય તથા પુણ્યવાન જણાવેલ છે. “જે ભવ્ય જીવો આપને ભાવે નમે, સ્તોત્રે સ્તવે ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિંતામણી તેના કરે વાવ્યો છે પ્રભો! નિકૃત્યથી સુરવૃક્ષને એને ગૃહે” - કુમારપાલ સ્તવનાનો અનુવાદ કુમારપાલ મહારાજા આ રીતે આ સ્તુતિ દ્વારા ત્રણે કાળમાં પરમાત્માને નમસ્કાર કરનાર, સ્તોત્રથી સ્તવના કરનાર અને પૂજા કરનાર પુણ્યાત્માઓની ભાવપૂર્ણ અનુમોદના કરે છે. • પરમાત્મા તો અતિમહાન છે. પણ પરમાત્માની ભાવપૂર્ણ ભકિત કરનાર પણ અતિશય મહાન છે. ભાવપૂર્ણ સ્તુતિથી અનેક ભવોના સંચિત કમ સહેલાઈથી ક્ષય પામી જાય છે. આ જ કુમારપાલ મહારાજાની સ્તુતિ જુઓ. પ્રાણી તણા પાપો ઘણા ભેગા કરેલા જે ભવે; ક્ષણ થાય છે ક્ષણવારમાં જે આપને ભાવે સ્તવે, અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું, એમ જાણીને પણ આનંદથી હું આપને નિત્યે ભજું ! (કુમારપાલ મહારાજાની સ્તુતિઓ તો સંસ્કૃતમાં છે. અહીં ગુજરાતીમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 376