Book Title: Padyavali
Author(s): Karpurvijay, Kunvarji Anandji
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 8
________________ હું મૂર્ખ છું, મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! ભૂરિ ભકિતપાસે યુક્તિઓ ય ના ઘટે પરમાત્માના યથાર્થસ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? પરંતુ અંદરનો ઉછળતો ભક્તિભાવ જ શક્તિ ન હોવા છતા પ્રભુના ગુણ ગાવા જીવને પ્રેરે છે, કુમારપાલ મહારાજા કહે છે કે ભક્તિ પાસે યુક્તિઓ ઘટતી નથી અથતુ અશક્ય એવા પણ પ્રભુના ગુણ ગાવા માટે માત્ર ભક્તિ જ પ્રેરે છે અને ભકિતભાવની પ્રેરણાથી જ પ્રભુના થોડા ઘણા ગુણો ગાવાનું થાય છે. - વર્તમાનકાલે ભાવ તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં આપણને સ્થાપના જિનની ઉપાસના કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સ્થાપના જિન દ્વારા 'આપણી ભકિત છેક ભાવજિન સુધી પહોંચે છે. પરમાત્માની ભકિત માટે ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોએ બતાવી છે ૧) અંગપૂજા ૨) અગ્રપૂજા અને ૩) ભાવપૂજા. પરમાત્માની પ્રતિમા ઉપર જળ - ચંદન - પુષ્પ આભુષણ વગેરેથી થતી પૂજા એ અંગપૂજા છે. સમૂખ ઊભા રહીને થતી ધૂપ-દિપ-અક્ષત નૈવેદ્ય ફળ પૂજાદિ અગ્રપૂજા કહેવાય છે તેવી જ રીતે પરમાત્માનું ચૈત્યવંદન સ્તવનો - સ્તુતિઓ, સ્તોત્ર વગેરેનો પાઠ એ ભાવપૂજા છે - શાસ્ત્રકારો કહે છે કે અંગપૂજાથી વિબોનો નાશ થાય છે, અગ્રપૂજાથી આબાદી વધે છે, જ્યારે ભાવપૂજાથી મોક્ષની સાધના થાય છે. સાધુ-સાધ્વીઓને અંગપૂજા, અગ્રપૂજા કરવાની હોતી નથી, માત્ર ભાવપૂજાજ કરવાની હોય છે, ઘરવાસમાં રહેલા ગૃહસ્થોને અંગપૂજા, અગ્રપૂજા કર્યા પછી ભાવપૂજા કરવાની હોય છે આમ ગૃહસ્થોને ત્રણે પૂજા કરવાની હોય છે. - ત્રણે પૂજામાં પ્રધાન ભાવપૂજા છે આપણા સદ્ભાગ્યે ભાવપૂજા કરવા માટે ગણધર ભગવંતોના રચેલા ગુઢ ભાવાર્થવાળા નમુથુર્ણ આદિ સૂત્રો આપણને મલ્યા છે. સાથે સાથે મહાપુરુષોના રચેલા સ્તવનો-સ્તોત્રો-પદો વગેરે પણ મલ્યા છે જેના આલંબનથી સુંદર ભાવો આપણા હૈયામાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 376