Book Title: Padarth Prakash Part 15 Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ પ્રકાશકીય અi S: પદાર્થ પ્રકાશ ભાગ-૧૫ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદલ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અનેક ગ્રન્થોના પદાર્થોનું સંકલન કર્યું છે. પૂજ્યશ્રીએ સંયમજીવનના પ્રારંભિકકાળમાં આ પદાર્થોનો ખૂબ જ પાઠ કરેલો. તેથી તેમને આજે પણ એ બધા પદાર્થો ઉપસ્થિત છે. તેમણે કરેલા પદાર્થોના સંકલનને પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમને મળી રહ્યો છે એ બદલ અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ. આજ સુધીમાં પદાર્થપ્રકાશના ભાગ-૧ થી ભાગ-૧૪માં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, ક્ષુલ્લકભવાવલિપ્રકરણ, સિદ્ધદંડિકાસ્તવ, યોનિસ્તવ અને લોકનાલિદ્રાત્રિશિકાના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવચૂરિનું પ્રકાશન અમે કર્યું છે. પદાર્થપ્રકાશ ભાગ-૧પમાં આઠ ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. આ આઠ ગ્રંથો આ પ્રમાણે છે – (૧) શ્રીકાયસ્થિતિસ્તોત્ર (૫) શ્રીવિચારપંચાશિકા (૨) શ્રીલઘુઅલ્પબદુત્વ (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (૩) શ્રીદેહસ્થિતિસ્તવ (૭) શ્રીઅંગુલસત્તરી (૪) શ્રીકાલસપ્તતિકા પ્રકરણ (૮) શ્રીસમવસરણસ્તવ આ પુસ્તકનું સંકલન પણ પૂજયશ્રીએ કરેલ છે. તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાવનગરમાં રહેલાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 262