Book Title: Padarth Prakash 19 Sanskrit Niyamavali
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ સંસ્કૃતના નિયમો સંબંધી અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. છતાં આ નિયમાવલીનું પૂજ્ય ગુરુદેવશ્રીએ સંકલન કર્યું છે તે સંક્ષેપમાં, સરળ રીતે અને સંપૂર્ણપણે સંસ્કૃતભાષાનું જ્ઞાન થાય એ માટે. પૂજય ગુરુદેવશ્રીએ આ પુસ્તકમાં ગણિતના દાખલાની જેમ સંસ્કૃતના નિયમો સમજાવ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તૈયાર કરેલ સંસ્કૃતના નિયમોની નોટો વડે આજ સુધી ઘણા પુણ્યાત્માઓએ સંસ્કૃતભાષાનું જ્ઞાન મેળવ્યું છે. આગળ પણ અનેક ભાગ્યશાળીઓ આ નોટોના આધારે સંસ્કૃતભાષાનું સાંગોપાંગ જ્ઞાન શીધ્ર પામે એ હેતુથી આ નોટોનું સંપાદન કર્યું છે. આ સંપાદનમાં મુખ્ય આધાર પૂજય ગુરુદેવશ્રીની નોટોનો છે. જરૂર પડે અન્ય પુસ્તકોનો પણ ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના માધ્યમે સંસ્કૃત ભાષાનો ડર ભાગી જશે અને સરળતાથી સંસ્કૃત ભાષામાં પ્રવેશ થઈ શકશે. સંસ્કૃત ભાષાના અનેક ગ્રંથો આજે વિદ્યમાન છે જે ગૃહસ્થો પણ ભણી શકે છે. આમ આ પુસ્તક સંયમીઓ અને ગૃહસ્થો બધા માટે ઉપયોગી છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સંસ્કૃતભાષાનું જ્ઞાન પામી અનેક આત્માઓ શાસ્ત્રસમુદ્રમાં ડૂબકી લગાવે એ જ શુભાભિલાષા. - પરમ પૂજય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજય ગુરુદેવ સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા - આ ત્રણે ગુરુદેવોની અનરાધાર કૃપાવર્ષાના બળે જ આ પુસ્તકનું સંપાદન થયું છે. તે ગુરુદેવના ચરણોમાં અનંતશઃ વંદના. આ પુસ્તકમાં કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને બહુશ્રુત વિદ્વાનોને તે સુધારવા વિનંતિ કરું છું. સુરેન્દ્રનગર - પરમ પૂજ્ય સમતાસાગર વિ.સં. 2069, આસો સુદ 5, પં. પદ્મવિજયજી મહારાજનો બુધવાર, તા. 9-10-13 ચરણકિંકર આચાર્યવિજયહેમચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294