Book Title: Pacchakhana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ જિનતત્ત્વ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચકખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જો પચ્ચખાણ લેવાની રુચિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચકખાણની પસંદગી કરવાની અનુકળતા તેને અવશ્ય મળી રહે. આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસના પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચખાણ રોજેરોજ લેવાનું જૈનોમાં સુપ્રચલિત છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકો રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મોટા પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણોનો યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકો વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તો કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચક્ખાણ વાવજીવન માણસો લેતાં હોય છે. પચ્ચકખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાંક માણસો આવેગમાં આવી જઈ, ક્રોધને વશ બનીને કોઈક વસ્તુનો ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક અભિમાનથી, ક્યારેક લુચ્ચાઈથી, ક્યારેક કપટ કરવાના આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચક્ખાણ લે છે. ક્યારેક દુ:ખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વેષને કારણે, તો ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચકખાણ લે છે. આવાં પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવશુદ્ધિ એ પચ્ચખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકના કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દૃષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્યમિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્યથી રહિત હોવું જોઈએ. પચ્ચકખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પચ્ચખાણમાં નીચે પ્રમાણે છે પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8