Book Title: Pacchakhana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249478/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ ‘પચ્ચક્ખાણ' એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘પ્રત્યાખ્યાન’ શબ્દ પરથી આ પ્રાકૃત શબ્દ આવેલો છે. ‘પચખાણ', ‘પંચખ્ખાણ', ‘પચ્ચખાણ’, ‘પચક્ખાણ' એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે. પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે યોજાયેલો છે. એમાં ‘પ્રતિ’ અને ‘આ એ છે બે ઉપસર્ગો અને ‘ખ્યા’ ધાતુ છે અને તેને ‘અન’ પ્રત્યય લાગેલો છે. ‘પ્રતિ’ એટલે પ્રતિકૂળ, અર્થાત્ આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ, ‘આ’ એટલે મર્યાદા, અને ‘ખ્યા’ એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરુસાક્ષીએ કરવું તે. એટલા માટે રિહરીય વસ્તુ પ્રતિ સ્રાવ્યાનું તિ પ્રત્યાહ્યાનમ્ । એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે. પચ્ચક્ખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા-ખોટા વિચારો ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્યો જો પોતાના ચિત્તમાં ઊઠતી. બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તો જગતમાં સંઘર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઇચ્છા બીજાં આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી. કેટલાક દુષ્ટ વિચારોને માણસ પોતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામો આવશે તે એ જાણે છે. મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઇચ્છાઓનો તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જો સંયમમાં રહેતું હોય તો નિયમો કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, પ્રમાદ, કષાય વગેરેને કારણે કેટલીક ન કરવાયોગ્ય પ્રવૃત્તિઓ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનતત્વ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક કરતી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે. કરવાયોગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાયોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પચ્ચકખાણ કહેવામાં આવે છે. આથી વ્રત-પચ્ચકખાણ શબ્દો ઘણી વાર સાથે બોલાય છે. સામાન્ય વ્યવહારમાં લોકો આ બંને શબ્દોને ક્યારેક એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પચ્ચખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાર્યનો મન, વચન અને કાયાથી નિષેધ કરવો તે. એટલા માટે પચ્ચખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા છે. જે તે કરી શકે છે તે જ પચ્ચકખાણ લેવાને યોગ્ય બને છે. જીવનમાં પચ્ચકખાણની આવશ્યકતા શી ? – એવો પ્રશ્ન કોઈકને થાય. માનચિત્ત એટલું બધું ચંચલ છે કે ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જો કોઈકની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તો તેવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પચ્ચકખાણ ચિત્તને દૃઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ વગેરે ઢોર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી ન જાય અથવા ગંદું પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચકખાણથી મન અને ઇન્દ્રિયોને વશ રાખવાની દૃઢતા આવે છે. જેમ ઘરમાં ચોર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણા ચિત્તમાં પાપરૂપી ચોર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ. માણસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જો ઘોડાની લગામ ન હોય તો ઘોડો અંકુશરહિત બની ફાવે તેમ દોડે અને કદાચ પોતાના ઉપર બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જો લગામ હાથમાં હોય તો ઘોડાને ઇચ્છાનુસાર નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચકખાણરૂપી લગામની આવશ્યકતા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પફ બાણ પ૯ આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચકખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચકખાણ વિના સુગતિ નથી, મોક્ષ નથી. જો પચ્ચખાણની આવશ્યકતા ન હોય તો નિગોદના જીવો સીધા મોક્ષે જાય. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો : “હે ભગવાન ! પચ્ચક્ખાણનું ફળ શું?” ભગવાને કહ્યું, “હે ગૌતમ ! પચ્ચકખાણનું ફળ સંયમ છે.' सेणं। पच्चख्खाणे किं फले। ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : पचख्खाणेण आसवदाराइं निरंभइ। पचख्खाणेण इच्छानिरोहं जणयई। એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવધારો એટલે કે પાપનાં દ્વાર બંધ થાય છે અને ઇચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવા તેને “સંવર' કહે છે. પચ્ચકખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે. જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કરવાયોગ્ય એવાં છ આવશ્યક કર્તવ્યો ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવીસન્થો (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (ડ) પચ્ચકખાણ. આમાં પચ્ચખાણને પણ રોજની અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. “આવશ્યક'ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મનો ક્ષય કરી જીવ પરંપરાએ સિદ્ધગતિ પામે છે. જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સધચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે કે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાવ, વધુ અને વધુ મહાવરો અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેના નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ Page #4 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચકખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જો પચ્ચખાણ લેવાની રુચિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચકખાણની પસંદગી કરવાની અનુકળતા તેને અવશ્ય મળી રહે. આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસના પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચખાણ રોજેરોજ લેવાનું જૈનોમાં સુપ્રચલિત છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકો રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મોટા પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણોનો યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકો વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તો કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચક્ખાણ વાવજીવન માણસો લેતાં હોય છે. પચ્ચકખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાંક માણસો આવેગમાં આવી જઈ, ક્રોધને વશ બનીને કોઈક વસ્તુનો ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક અભિમાનથી, ક્યારેક લુચ્ચાઈથી, ક્યારેક કપટ કરવાના આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચક્ખાણ લે છે. ક્યારેક દુ:ખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વેષને કારણે, તો ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચકખાણ લે છે. આવાં પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવશુદ્ધિ એ પચ્ચખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકના કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દૃષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્યમિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્યથી રહિત હોવું જોઈએ. પચ્ચકખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પચ્ચખાણમાં નીચે પ્રમાણે છે પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ : Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પચ્ચકખાણ (૧) પર્શિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), (૩) શોધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત (સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થાય પછી ફરીથી તેને સંભારવું) અને () આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું). વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩) વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે. મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચક્ખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમ સાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાન 'નું સ્વરૂ૫, તેનાં ભેદો અને લક્ષણો આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું “દષ્ટિવાદ' નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દૃષ્ટિવાદ” નામના અંગમાં પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ' નામનું એક “પૂર્વ” હતું. આ “પૂર્વમાં પચ્ચકખાણ વિશે ચોરાસી લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં એ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે! પચ્ચખાણ વિશે આગમ સાહિત્ય, આવશ્યકનિયુક્તિ વગેરે ટીકાગ્રંથો ઉપરાંત ઘણા બીજા ગ્રંથોમાં વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરાંત “શ્રાદ્ધવિધિ”, “પ્રવચનસારોદ્ધાર', યતિદિનચર્યા' તથા ચૈત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન' વિશેના ભાગમાં એ વિષયની મહત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં પણ પચ્ચકખાણના અધિકારમાં એના પ્રકારો અને પેટાપ્રકારોની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણા કરી છે. આ ઉપરાંત “સંવેગ રંગશાળા' વગેરે Page #6 -------------------------------------------------------------------------- ________________ ફર જિનતત્ત્વ બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચક્ખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચક્ખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે. પચ્ચક્ખાણના મુખ્ય બે પ્રકારો તે ‘મૂળ ગુણાત્મક’ અને ઉત્તર ગુણાત્મક' છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा ज्ञेयं अनागतादिभेदकं ।। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે. પચ્ચક્ખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) અનાગત : અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચક્ખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચક્ખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચક્ખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાજું-માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચક્ખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચક્ખાણ છે. (૨) અતિક્રાન્ત : પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગોવશાત્ તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચક્ખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચક્ખાણ છે. (૩) કોટિસહિત : એક પચ્ચક્ખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચક્ખાણ છે. આ પચ્ચક્ખાણના બે પેટાપ્રકાર છે : જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચક્ખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની Page #7 -------------------------------------------------------------------------- ________________ પફખાણ સાથે છઠ્ઠ વગેરે પ્રકારનું પચ્ચખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચખાણ કહે છે. (૪) નિયંત્રિત : ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિન આવે, રોગ કે ઉપસર્ગ થાય તો પણ લીધેલું પચ્ચખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચકખાણ છે. આ પ્રકારના પચ્ચકખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચકખાણ કરવા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર ઃ આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પ્રાણાન્ત પણ પચ્ચકખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આ પચ્ચક્ખાણમાં પણ “અન્નથણાભોગ” (અજ્ઞાનને લીધે) અને “સહસાગાર” (અચાનક) એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૩) સાગાર : સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચકખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચક્ખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચકખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચકખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આ પ્રસંગે અન્નથણાભોગનો અપવાદ રાખેલો હોવાથી પચ્ચકખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગા૨ તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચકખાણનો ભંગ થાય, તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચકખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર' છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ આમ, દરેક પચ્ચકખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છે : એક “અન્નથણાભોગ” અને બીજો “સહસાગાર”. આ બે ઉપરાંત જુદા જુદા પચ્ચકખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર, શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (7) નિરવશેષઃ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચક્ખાણ છે. આ પચ્ચખાણ મરણ સમયે લેવાય છે. જેઓ સંખનાદ્રત (સંથારો) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. (8) પરિમાણકૃત પરિમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કોળિયાનું માપ નક્કી કરીને આહાર કરવાનું પચ્ચક્ખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચકખાણ છે. (9) સંકેત : કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચખાણ પૂર્ણ કરવાનો અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય આવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પૂર્ણ કરવામાં આવે. કોઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એવો સંકેત આલંબનરૂપ બને છે. “મુઠ્ઠી (મૂઠી) સહિત' કે “ગઠી (ગાંઠ) સહિત' એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી વાળી રાખે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચકખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી રાખે અને ગાંઠ છોડે ત્યારે પચ્ચકખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દીવો બળ્યા કરે ત્યાં સુધી પચ્ચખાણ કરવું અને દીવો બુઝાય ત્યારે પચ્ચકખાણ પારવું એવી રીતે પણ સંકેત પચ્ચકખાણ લેવાય છે. (10) અદ્ધાઃ અદ્ધા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચકખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (1) નવકારસી, (2) પોરસી, (3) પુરિમઢ, (4) એકાસણું, (5) એકલઠાણું, (9) આયંબિલ, (7) ઉપવાસ, (8) દિવસચરિમ કે ભવચરિમ, (9) અભિગ્રહ અને (10) વિગઈ. આ બધા પારિભાષિક પેટાપ્રકારોની સૂક્ષ્મ છણાવટ ભિન્ન ભિન્ન જૈન શાસ્ત્રગ્રંથોના પચ્ચકખાણ વિશેના અધિકારમાં થઈ છે.