SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ આમ, દરેક પચ્ચકખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છે : એક “અન્નથણાભોગ” અને બીજો “સહસાગાર”. આ બે ઉપરાંત જુદા જુદા પચ્ચકખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર, શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (7) નિરવશેષઃ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચક્ખાણ છે. આ પચ્ચખાણ મરણ સમયે લેવાય છે. જેઓ સંખનાદ્રત (સંથારો) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. (8) પરિમાણકૃત પરિમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કોળિયાનું માપ નક્કી કરીને આહાર કરવાનું પચ્ચક્ખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચકખાણ છે. (9) સંકેત : કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચખાણ પૂર્ણ કરવાનો અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય આવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પૂર્ણ કરવામાં આવે. કોઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એવો સંકેત આલંબનરૂપ બને છે. “મુઠ્ઠી (મૂઠી) સહિત' કે “ગઠી (ગાંઠ) સહિત' એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી વાળી રાખે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચકખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી રાખે અને ગાંઠ છોડે ત્યારે પચ્ચકખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દીવો બળ્યા કરે ત્યાં સુધી પચ્ચખાણ કરવું અને દીવો બુઝાય ત્યારે પચ્ચકખાણ પારવું એવી રીતે પણ સંકેત પચ્ચકખાણ લેવાય છે. (10) અદ્ધાઃ અદ્ધા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચકખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (1) નવકારસી, (2) પોરસી, (3) પુરિમઢ, (4) એકાસણું, (5) એકલઠાણું, (9) આયંબિલ, (7) ઉપવાસ, (8) દિવસચરિમ કે ભવચરિમ, (9) અભિગ્રહ અને (10) વિગઈ. આ બધા પારિભાષિક પેટાપ્રકારોની સૂક્ષ્મ છણાવટ ભિન્ન ભિન્ન જૈન શાસ્ત્રગ્રંથોના પચ્ચકખાણ વિશેના અધિકારમાં થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249478
Book TitlePacchakhana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size337 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy