Book Title: Pacchakhana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પચ્ચક્ખાણ ‘પચ્ચક્ખાણ' એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘પ્રત્યાખ્યાન’ શબ્દ પરથી આ પ્રાકૃત શબ્દ આવેલો છે. ‘પચખાણ', ‘પંચખ્ખાણ', ‘પચ્ચખાણ’, ‘પચક્ખાણ' એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે. પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે યોજાયેલો છે. એમાં ‘પ્રતિ’ અને ‘આ એ છે બે ઉપસર્ગો અને ‘ખ્યા’ ધાતુ છે અને તેને ‘અન’ પ્રત્યય લાગેલો છે. ‘પ્રતિ’ એટલે પ્રતિકૂળ, અર્થાત્ આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ, ‘આ’ એટલે મર્યાદા, અને ‘ખ્યા’ એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરુસાક્ષીએ કરવું તે. એટલા માટે રિહરીય વસ્તુ પ્રતિ સ્રાવ્યાનું તિ પ્રત્યાહ્યાનમ્ । એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે. પચ્ચક્ખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા-ખોટા વિચારો ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્યો જો પોતાના ચિત્તમાં ઊઠતી. બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તો જગતમાં સંઘર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઇચ્છા બીજાં આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી. કેટલાક દુષ્ટ વિચારોને માણસ પોતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામો આવશે તે એ જાણે છે. મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઇચ્છાઓનો તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જો સંયમમાં રહેતું હોય તો નિયમો કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, પ્રમાદ, કષાય વગેરેને કારણે કેટલીક ન કરવાયોગ્ય પ્રવૃત્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8