Book Title: Pacchakhana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ફર જિનતત્ત્વ બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચક્ખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચક્ખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે. પચ્ચક્ખાણના મુખ્ય બે પ્રકારો તે ‘મૂળ ગુણાત્મક’ અને ઉત્તર ગુણાત્મક' છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा ज्ञेयं अनागतादिभेदकं ।। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે. પચ્ચક્ખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) અનાગત : અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચક્ખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચક્ખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચક્ખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાજું-માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચક્ખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચક્ખાણ છે. (૨) અતિક્રાન્ત : પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગોવશાત્ તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચક્ખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચક્ખાણ છે. (૩) કોટિસહિત : એક પચ્ચક્ખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચક્ખાણ છે. આ પચ્ચક્ખાણના બે પેટાપ્રકાર છે : જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચક્ખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8