Book Title: Pacchakhana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ પફખાણ સાથે છઠ્ઠ વગેરે પ્રકારનું પચ્ચખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચખાણ કહે છે. (૪) નિયંત્રિત : ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિન આવે, રોગ કે ઉપસર્ગ થાય તો પણ લીધેલું પચ્ચખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચકખાણ છે. આ પ્રકારના પચ્ચકખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચકખાણ કરવા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર ઃ આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પ્રાણાન્ત પણ પચ્ચકખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આ પચ્ચક્ખાણમાં પણ “અન્નથણાભોગ” (અજ્ઞાનને લીધે) અને “સહસાગાર” (અચાનક) એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૩) સાગાર : સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચકખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચક્ખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચકખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચકખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આ પ્રસંગે અન્નથણાભોગનો અપવાદ રાખેલો હોવાથી પચ્ચકખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગા૨ તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચકખાણનો ભંગ થાય, તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચકખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8