Book Title: Pacchakhana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૬૧ પચ્ચકખાણ (૧) પર્શિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), (૩) શોધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત (સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થાય પછી ફરીથી તેને સંભારવું) અને () આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું). વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩) વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે. મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચક્ખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમ સાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાન 'નું સ્વરૂ૫, તેનાં ભેદો અને લક્ષણો આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું “દષ્ટિવાદ' નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દૃષ્ટિવાદ” નામના અંગમાં પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ' નામનું એક “પૂર્વ” હતું. આ “પૂર્વમાં પચ્ચકખાણ વિશે ચોરાસી લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં એ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે! પચ્ચખાણ વિશે આગમ સાહિત્ય, આવશ્યકનિયુક્તિ વગેરે ટીકાગ્રંથો ઉપરાંત ઘણા બીજા ગ્રંથોમાં વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરાંત “શ્રાદ્ધવિધિ”, “પ્રવચનસારોદ્ધાર', યતિદિનચર્યા' તથા ચૈત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન' વિશેના ભાગમાં એ વિષયની મહત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં પણ પચ્ચકખાણના અધિકારમાં એના પ્રકારો અને પેટાપ્રકારોની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણા કરી છે. આ ઉપરાંત “સંવેગ રંગશાળા' વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8