Book Title: Pacchakhana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ પફ બાણ પ૯ આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચકખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચકખાણ વિના સુગતિ નથી, મોક્ષ નથી. જો પચ્ચખાણની આવશ્યકતા ન હોય તો નિગોદના જીવો સીધા મોક્ષે જાય. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો : “હે ભગવાન ! પચ્ચક્ખાણનું ફળ શું?” ભગવાને કહ્યું, “હે ગૌતમ ! પચ્ચકખાણનું ફળ સંયમ છે.' सेणं। पच्चख्खाणे किं फले। ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : पचख्खाणेण आसवदाराइं निरंभइ। पचख्खाणेण इच्छानिरोहं जणयई। એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવધારો એટલે કે પાપનાં દ્વાર બંધ થાય છે અને ઇચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવા તેને “સંવર' કહે છે. પચ્ચકખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે. જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કરવાયોગ્ય એવાં છ આવશ્યક કર્તવ્યો ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવીસન્થો (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (ડ) પચ્ચકખાણ. આમાં પચ્ચખાણને પણ રોજની અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. “આવશ્યક'ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મનો ક્ષય કરી જીવ પરંપરાએ સિદ્ધગતિ પામે છે. જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સધચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે કે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાવ, વધુ અને વધુ મહાવરો અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેના નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8