Book Title: Pacchakhana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૫૮ જિનતત્વ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક કરતી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે. કરવાયોગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાયોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પચ્ચકખાણ કહેવામાં આવે છે. આથી વ્રત-પચ્ચકખાણ શબ્દો ઘણી વાર સાથે બોલાય છે. સામાન્ય વ્યવહારમાં લોકો આ બંને શબ્દોને ક્યારેક એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પચ્ચખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાર્યનો મન, વચન અને કાયાથી નિષેધ કરવો તે. એટલા માટે પચ્ચખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા છે. જે તે કરી શકે છે તે જ પચ્ચકખાણ લેવાને યોગ્ય બને છે. જીવનમાં પચ્ચકખાણની આવશ્યકતા શી ? – એવો પ્રશ્ન કોઈકને થાય. માનચિત્ત એટલું બધું ચંચલ છે કે ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જો કોઈકની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તો તેવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પચ્ચકખાણ ચિત્તને દૃઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ વગેરે ઢોર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી ન જાય અથવા ગંદું પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચકખાણથી મન અને ઇન્દ્રિયોને વશ રાખવાની દૃઢતા આવે છે. જેમ ઘરમાં ચોર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણા ચિત્તમાં પાપરૂપી ચોર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ. માણસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જો ઘોડાની લગામ ન હોય તો ઘોડો અંકુશરહિત બની ફાવે તેમ દોડે અને કદાચ પોતાના ઉપર બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જો લગામ હાથમાં હોય તો ઘોડાને ઇચ્છાનુસાર નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચકખાણરૂપી લગામની આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8