Book Title: Paap Punya ane Sanyam Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 4
________________ ઉપઘાત પાપ-પુ ચ – સં ય મઆ ત્રણ શબ્દમાં એક રીતે આખું જૈન કર્મ-વિજ્ઞાન સમાઈ જાય છે. કોઈ પણ ધર્મમાર્ગ તોની ગણતરી અને સ્વરૂપ ગમે તેવાં બતાવતો હોય, પણ છેવટે જાણવા જેવું છે એ જ હોય છે કે, એ પિતાના અનુયાયીને કયાં કર્મ કરવાને નિષેધ કરે છે, અને કયાં કર્મ કરવાને પ્રેરે છે. અલબત્ત, કર્મ કરવાં – ના કરવાં એ જ માત્ર ધર્મનું સંપૂર્ણ રહસ્ય નથી; કારણ કે કર્મ એ અતિશય સ્કૂલ વસ્તુ છે; અને તેની પાછળની ચેતન ભાવનાને પૂરી વહન કરવા કે વ્યક્ત કરવાને અસમર્થ છે. તેય કઈ પણ ધર્મને પૂલ પાયે તો અમુક પ્રકારને કર્માકર્મનો વિધિનિષેધ-માર્ગ જ રહેવાનો. એ માર્ગમાં ધર્મતત્ત્વને પ્રાણુ પૂરેપૂરે ભલે ન સમાયે હોય, પણ તેનાં મૂળ તે તેમાં જ રહેલાં હોય છે. એટલે કોઈ પણ ધર્મમાર્ગની પરીક્ષા આપણે તેની કર્માકર્મની કલ્પના ઉપરથી કરીએ તો ખોટું તો ન જ કહેવાય. જૈનોના પ્રાચીનમાં પ્રાચીન તથા મૂળભૂત ગણાતા જે ૧૨ અંગ ગ્રંથ છે, તેમાંથી ઊલટે ક્રમે ૧૧મા, લ્મા અને ૮મા ૧. અંગગ્રંથની પણ પહેલાં “પૂર્વ' નામના ગ્રંથે હતા એવી પરંપરા ચાલી આવે છે; પણ તે ગ્રંથે ઘણું જુના સમયથી લુપ્ત થયેલા ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218