Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના - પંન્યાસ મહાબોધિ વિજય પ્રસ્તુત સંગ્રહગ્રંથમાં જ એક મજાનો શ્લોક છે. खिन्नं चापि सुभाषितेन रमते स्वीयं मनः सर्वदा, श्रुत्वान्यस्य सुभाषितं खलु मनः श्रोतुं पुनर्वाञ्छति । अज्ञाञ्ज्ञानवतोऽप्यनेन हि वशीकर्तुं समर्थो भवेत्, कर्तव्यो हि सुभाषितस्य मनुजैरावश्यकः संग्रहः ।। : ભાવાર્થ ઃ- મન જ્યારે ઉદ્વિગ્ન (Moodout) થઈ ગયું હોય, ત્યારે જો એકાદ સુભાષિત, ગીત કે સારી પંક્તિ ગુનગુનાવામાં આવે તો પાછું પ્રસન્ન થઈ જાય છે. તેવીજ રીતે બીજાના મુખે સુભાષિત સાંભળવા મળે તો પુનઃ પુનઃ તે સુભાષિત સાંભળવાની ઈચ્છા થાય છે. સુભાષિતમાં એ તાકાત છે.... સામી વ્યક્તિ અન્ન હોય કે સુશ... વશ થઈ ગયા વગર રહેતી નથી. માટે મનુષ્યોએ સુભાષિતનો સંગ્રહ (સ્ટોક) કરવો જોઈએ. આવા જ કો’ક મંગલશ્લોકને નજર સામે રાખીને આ સંગ્રહ તૈયાર થયો હોવો જોઈએ. આ સિવાય પણ સુભાષિત રત્નભાણ્ડાગાર, સુભાષિત પદ્યરત્નાકર ભાગ ૧ થી ૪, સુભાષિત-રત્નમાલા જેવા અનેક સંગ્રહો ભૂતકાળમાં પ્રસિદ્ધ થયા છે. ૫ આ સંગ્રહો જેમ આત્માના આનંદ માટે હોય છે, તેમ વિશેષે કરીને વક્તા કે લેખક માટે અતિઉપયોગી નીવડે છે. પોતાની વાતને મજબૂત કરવા માટે વક્તા કે લેખક જ્યારે વિવિધ રેફરન્સો, શ્લોકો અને પંક્તિઓનો છૂટથી ઉપયોગ કરે છે ત્યારે તેના વક્તવ્યો અને લેખો લોકભોગ્ય બન્યા વગર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338