Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસ્તુત સંગ્રહમાં વિવિધ વિષયક શ્લોકોનો ભંડાર છે. અલબત્ત, આ શ્લોકોનો સ્વાધ્યાય કરતી વખતે વિવેક રાખવો જરૂરી છે. કારણકે ક્યારેક પૂર્વપરવિરોધી જણાતા શ્લોકો પણ અહીં જોવા મળશે. દા.ત.: એક શ્લોકમાં સંપત્તિ વગરના-નિર્ધન મનુષ્યને પશુતુલ્ય ગણાવ્યો છે તો બીજા શ્લોકમાં સંપત્તિના ત્યાગનો મહિમા ગાયો છે. એક શ્લોકમાં તીર્થંકરોને જન્મ આપનારી રત્નકુક્ષી માતા તરીકે સ્ત્રીનો મહિમા ગાયો છે, તો બીજા શ્લોકમાં સ્ત્રી અધ્યાત્મમાર્ગમાં બાધક છે.... એમ ભારપૂર્વક જણાવ્યું છે. પૂર્વાપવિરોધી દેખાતી આ વાતો હકીકતમાં નયભેદે બતાવાયેલ છે. માટે તેને તે રીતે જ જોવી જોઈએ – સમજવી જોઈએ. જેથી ક્યાંય વિરોધને અવકાશ ન રહે. પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે છે. તેથી વાચકોને સ્વાધ્યાય કરતા વિશેષ આનંદ આવશે. અલબત્ત, ૯૦ વર્ષ જુની ગુજરાતી હોઈ અને ક્યાંક ક્યાંક અનુવાદ અત્યંત ક્લિષ્ટ હોઈ અમે જરૂર પડી ત્યાં અમારો હસ્તસ્પર્શ કર્યો છે. બાકી સંપૂર્ણ ગ્રંથને યથાવત્ રાખીને જ પુનઃ સંપાદિત કરેલ છે. આ ગ્રંથના સંપાદનના બહાને મને પણ વારંવાર આ ગ્રંથનો સ્વાધ્યાય કરવાનો લાભ પ્રાપ્ત થયો. તેમાં નિમિત્તભૂત છે : સિદ્ધાંતદિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરિ મહારાજા. જેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રંથનું સંપાદન કરવાનો સુવર્ણ અવસર મળ્યો. 0: ૭

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 338