Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
________________
LESSO) હ રહેતા નથી. એને બદલે આવી કોઈ મહેનત કર્યા વગર છે
સીધેસીધું પોતાનું પ્રવચન કરે કે લેખ લખે... ત્યારે ક્યારેક તે ) શુષ્ક અને નીરસ બની જતું હોય છે.
મારું તો એવું સ્પષ્ટ માનવું છે કે પ્રત્યેક કુશળવક્તા અને સારા લેખક પાસે મીનીમમ ૨૦૦ થી ૩૦૦ જેટલા સુભાષિતોનું. તે કલેકશન હોવું જોઈએ. એ પણ ગ્રંથસ્થ નહિ પણ કંઠસ્થ હોવું છે જોઈએ. વળી આ સુભાષિતો માત્ર સંસ્કૃત કે પ્રાકૃતમાં જ નહિ, ગુજરાતી, હિંદી, મરાઠી, અંગ્રેજી વગેરે મુખ્ય ભાષાઓ તેમજ : છે તે તે પ્રદેશની પ્રમુખ બોલીઓના હોવા જોઈએ. '
જેથી જે-તે ભાષાના જાણકાર/બોલનાર સમાજની સામે છૂટ પ્રવચન આપતી વખતે વચ્ચે વચ્ચે તે તે ભાષાની કહેવત, છે કવિતા કે પંક્તિઓ મુકવાથી તે શ્રોતાને વક્તા પ્રત્યે આદર થાય છે, આત્મીયતા બંધાય છે, પ્રવચનશ્રવણની રુચિ ઉભી થાય છે. આને કોઈ ટાઢા પહોરના ગપ્પા ન સમજતા, આ એક અનુભવસિદ્ધ હકીકત છે.
આજકાલ નવી પેઢીમા-કોલેજીયનોમાં આવો સંગ્રહ થતો હોય છે. પણ તે કોઈ શ્લોકો કે કવિતાનો નહિ, પણ અંગ્રેજી s.M.S. અને હિંદી-ઉર્દુ શેર-શાયરીઓનો. અલબત્ત, ઘણીવાર આ s.M.. અને શાયરીઓ એટલી ભદ્દી, ભંગાર અને નોનવેજ હોય છે. જે સજ્જન માણસો સામે બોલવી પણ શોભે નહિ. એને બદલે આવા સંગ્રહોમાંથી મનગમતા શ્લોકો
અને સુભાષિતો એકબીજાને ફોરવર્ડ કરવામાં આવે તો કુછ © હટ કે તો કર્યું કહેવાશે, સાથે બંનેયને લાભ થયા વગર પણ 6
નહિ રહે.
Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338