Book Title: Nitishastra Pravesh Author(s): Gordhandas Kahandas Amin Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ વિવેક નીતિશાસ્ત્રપ્રવેશ' એ મરાઠી પુસ્તક મારી નજરે ચઢયું મેં તેનાં પાનાં ફેરવ્યાં અને આખુંયે પુસ્તક વાંચવાની ઈચછા થઈ. સળંગ પુસ્તક વંચાઈ રહેતાં ગુજરાતી ભાષામાં આ વિષયના વિવેચનવાળું કોઈ પુસ્તક છે કે કેમ તે જાણવાની જિજ્ઞાસા થઈ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી જોતાં તેવું કઈ પુસ્તક હોવાનું જણાયું નહિ. આથી આ પુસ્તકનો અનુવાદ ગુજરાતીમાં આવશ્યક લાગ્યો. પણ આવા વિષયનાં પુસ્તક આર્થિક દૃષ્ટિએ પ્રકાશકને ઉપયોગી ન થઈ શકે એવો અભિપ્રાય કેટલાક મિત્રોને થયો. વાત સાચી હતી; પણ નીતિ વિષેનું વિવેચન મને એટલું તે ઉપયોગી લાગ્યું કે પ્રકાશકના અભાવે અનુવાદ પડી રહે તે ભલે એમ માનીને અનુવાદનું કામ હાથ ઉપર લીધું. કામ પૂર્ણ થયું એટલે પ્રકાશક માટે પ્રયત્ન શરૂ કર્યો પ્રયત્ન સફળ થયો નહિ અને લખાણ પડી રહ્યું. એ વાતને વર્ષ વીત્યાં અને અંતે ગયા વર્ષે શ્રી. ગોપાળદાસ જીવાભાઈના હાથમાં અવલોકનાર્થે લખાણ મૂક્યું. એમને એ ગમ્યું અને તેના પરિણામે તેમણે શ્રી. શંભુલાલને પુસ્તક પ્રસિદ્ધ કરવા સલાહ આપી. એમને પણ આર્થિક બાબતને વિચાર Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 606