Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ ઊતરવા કરતાં શાસ્ત્રવચનોનો અર્થ શી રીતે કરે અને એ વચનો પ્રમાણે ચાલવાની શક્તિ શી રીતે મેળવવી, એની ચર્ચામાં જ જૂના ગ્રંથ કૃતાર્થ થાય છે. ચહ્ય સ્ત્રી તર્ચ મોરછા નિર્ચ વેવ મામૂ? એવી દલીલ આપીને પોતાની વાત ઠસાવવાનો પ્રયત્ન આ શાસ્ત્રગ્રંથ કરે તે બહુ થયું. ખરું જોતાં શાસ્ત્રપ્રામાણ્યથી પ્રારંભ કરવાને બદલે બુદ્ધિપ્રામાણ્ય અને તર્કની કસોટીથી જ પ્રારંભ કરવો માણસની સ્વતંત્રતાને વધારે છાજે એવી વાત છે. પાશ્ચાત્ય વિવેચનશૈલી સ્વીકાર્યા પછી વામનરાવે એમાં પિતાની અધ્યાપનકળા અને ભાષાપ્રભુત્વ ઉમેરી આ બાળબેધ ગ્રંથ બધી રીતે પ્રસન્ન, સમર્પક અને તૃપ્તિકારક બનાવ્યા છે. સફળ શિક્ષકને હાથે જ આવા ગ્રંથો તૈયાર થઈ શકે છે. આવા ગ્રંથે પોતાની ભાષાના અને એના સાહિત્યના મેંઘા અલંકારરૂપ હોય છે. આવી શૈલીના અધ્યયનથી વિદ્યાર્થીઓમાં સાહિત્યરસિક્તા અને તત્ત્વવિવેચનશક્તિ પ્રગટ થયા વગર રહેતી નથી. અને તેથી જ સંસ્કારવાંચ્છુ યુવાનોને હું હંમેશાં આ ગ્રંથની ભલામણ કરતો આવ્યો છું. આ આખો ગ્રંથ વાંચ્યા પછી વાચકોએ વામનરાવના મોટાભાઈએ લખેલી નાની પડી “આધુનિક શિક્ષિતેનું વેદાન્ત' વાંચી જવી અને તેને અંતે આ બે ભાઈઓ વચ્ચે જે પ્રશ્નોત્તરી થઈ છે તેને ઉચ્ચ આસ્વાદ લઈ લેવો, એવી મારી ભલામણ છે. વામનરાવની શૈલીની એક ખૂબી સહેજે ધ્યાન ખેંચે છે. તેઓ લેખક પણ છે અને અધ્યાપક પણ છે. અને તેમની વિદ્વત્તા સાવ એકાંગી નથી. પરિણામે જ્યારે જ્યારે તેઓ લખે છે, ત્યારે ત્યારે ચોમાસાની નદી જેમ બને બાજુના કાંઠાને ઘસતી જાય છે અને આસપાસનાં કોતરોને પાણીથી ભરી દે છે, તેમ પિતાના વિષયનું વિવેચન કરતાં કરતાં આસપાસના અનેક વિષયને સ્પર્શ કર્યા વગર તેઓ આગળ ચાલી શકતા જ નથી. પીઢ અધ્યાપક જ્યારે લેખક બને છે, ત્યારે સામાન્ય લેખક કરતાં વાચકોની ભૂમિકા એ વધારે સમજી શકે છે. સામાન્ય લેખકના મનમાં પોતાના વિષય પ્રત્યે જ પ્રેમ અને ઉત્સાહ હોય છે, જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 606