________________
સદાચારનો પાયો
પિતાની સ્વતંત્રતા જાળવતાં છતાં લોકપ્રિય થવું, સર્વમાન્ય થવું એ મહારાષ્ટ્રમાં સહેલું નથી. એટલે મૂળ મરાઠી ગ્રંથના વિદ્વાન લેખક મારા મિત્ર વામનરાવ જેશી બધા જ પક્ષોમાં પ્રિય છે અને માન્ય છે એમ હું કહું, તે એમની શક્તિને મેં પૂરો પરિચય આપ્યો એમ માનવું જોઈએ. આ જેશી કુટુંબ સંસ્કારિતા અને વિદ્યાપરાયણતા માટે પંકાયેલું છે. વામનરાવના મોટાભાઈ મહાદેવ મલ્હાર જુનાગઢમાં પ્રોફેસર હતા એટલે ઘણું ગુજરાતીઓ એમને વિષેનાં પિતાનાં સંસ્મરણે આપી શકે એમ છે. હું ભૂલતો ન હોઉં તે શ્રી. ધૂમકેતુ મહાદેવ મલ્હારના ઠીકઠીક પ્રસંગમાં આવ્યા હતા. ધૂમકેતુની ઉચ્ચ રસિકતા અને સાહિત્યપરાયણતા મહાદેવ મલ્હારના સહવાસમાં ખીલી હોય તે એમાં આશ્ચર્ય નથી. વામનરાવના બીજા ભાઈ નારાયણ મહાર ભારત સેવક સમાજના એક પ્રમુખ કાર્યકતા છે અને મજૂરેના સેવક છે; એ જાણીતી વાત છે. વામન મલ્હાર પોતે દાર્શનિક તત્ત્વજ્ઞાની છે અને શિક્ષણશાસ્ત્રી છે પણ આધુનિક યુગના રિવાજ પ્રમાણે એમણે પિતાની શક્તિ પોતાની સંસ્કારસુંદર નવલકથામાં વ્યક્ત કરી છે. એમના નિબંધોમાં પણ એમની પ્રતિભા અનેક રીતે સ્વૈરવિહાર કરે છે અને એમાંથી તત્ત્વજ્ઞાનની સુગંધ અનેક રીતે મહેકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org