Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ 5. L - 1 પડતી હે નથી આવ્યો એમ નહિ કહી શકાય; તે પણ વિષયવિવેચનનું મહત્ત્વ સ્વીકારી સાહસ કરવાની વૃત્તિને એ વશ થયા છે. આ ગુજરાતી અનુવાદ શ્રી. કાકાસાહેબ કાલેલકરની પ્રસ્તાવના મેળવવાને ભાગ્યશાળી બન્યો છે તેથી આનંદ થાય છે. શ્રી. કાકાસાહેબને મૂળ મરાઠી પુસ્તક બહુ ગમ્યું હતું એ વાત આ પુસ્તકનું ઉપયોગીપણું સિદ્ધ કરવાને પૂરતી છે. મરાઠી પુસ્તકના લેખક શ્રી. વામન મલ્હાર જોશી એમ. એ. એક સમર્થ લેખક છે. એમનાં બીજાં કેટલાંક પુસ્તકના ગુજરાતીમાં અનુવાદ થયા પણ છે. આ પુસ્તક ગુજરાતીમાં ઉતારવા માટે એમણે નિઃસ્વાર્થપણે પરવાનગી આપી છે તે માટે હું આભારી છું અને સાથે સાથે ગુજરાતના વાચક વર્ગને પણ. કારણ કે, સમર્થ વિવેચકના હસ્તથી લખાયેલું કોઈ મૌલિક ગુજરાતી પુસ્તક અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીને માટે તો આ પુસ્તક વિશેષ ઉપયોગી ગણાશે એવી મારી સમજ છે. અનુવાદ થયા પછી તેનું અવલોકન કરી જઈ ઘટતી સૂચના અને સલાહ સ્નેહી ભાઈશ્રી છગનલાલ નરોત્તમદાસ દીવાળાએ આપી છે તે માટે તેમને અને ભાઈશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે પ્રકાશન, જોડણી વગેરે સર્વ કાર્ય પર જે સ્નેહભાવ દર્શાવ્યું છે તે માટે તેમને “આભાર' માની લઈ, તેમના નિઃસ્વાર્થ સ્નેહનું મૂલ્ય આંકવાની ઈચ્છા નથી. શારીરિક દુર્બળતા અને આંખોના દરદને લીધે કુફ વગેરે બાબતમાં જાતે ઈચ્છા મુજબ કંઈ કરી શક્યો નથી. એ માટે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની મિત્રભાવે સહાય મળી છે તે માટે તે સર્વને આભાર માનું છું. સિનેર: “નૂતનવર્ષ–પ્રતિપદા” ૯૪. ગે, ક. અમીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 606