Book Title: Nitishastra Pravesh Author(s): Gordhandas Kahandas Amin Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ પ્રથમ પુસ્તકના નિવેદનમાં જણાવ્યા મુજબ આ માળામાં આર્થિક અને વ્યાપારી પ્રશ્નોને લગતાં લખાણો આપવાનો હેતુ રાખ્યો હતો. એ દૃષ્ટિએ તપાસતાં કદાચ આ પુસ્તક પૂરેપૂરું બંધબેસતું નહિ હોય; પરંતુ વિશાળ દષ્ટિએ જોતાં જણાશે કે જનતાને નવી દષ્ટિ આપવા, અથવા પોતાની દષ્ટિ બરાબર કરવામાં મદદરૂપ થાય એ કેટીનું આ પુસ્તક છે જ. આમ, આવા સમર્થ વિચારકોનાં લખાણ સાથે મહેમદાવાદ જેવા એક નાના ગામમાં લગભગ અધી સદી મહેનત કરી, પિતાને રોટલો મેળવનારનું નામ જોડાય, એથી હરકોઈને આશ્ચર્ય થાય તો નવાઈ નહિ. પણ, સારા અને પ્રગતિકારી વિચારો પ્રસિદ્ધ કરવા એ જ મુખ્ય હેતુ હોય તો એ કયા નિમિત્તે પ્રસિદ્ધ થાય છે એ તરફ ધ્યાન આપવાપણું સામાન્ય રીતે બહુ ઓછું હોય છે. આ પુસ્તકના વિષય બાબતમાં કંઈ લખવાનું ન જ હેય. વિદ્વાન લેખકના પિતાના જ શબ્દોમાં એનું ઊંડાણ આપણને સમજાશે. તે ઉપરાંત મુ. શ્રી. કાકાસાહેબે અનેક રોકાણ અને અનેક અગવડો હોવા છતાં પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે, તે વાંચીને પણ આપણને આ વિષયનું મહત્ત્વ સમજાશે. માળાના પહેલા પુસ્તકમાં જણાવ્યા મુજબ, એક જ ઇચ્છા અને આશા રહે છે કે, આ માળા મારફતે સમાજને ઉપયોગી અને માર્ગદર્શક સાહિત્ય આપવાનું બને અને તેના સંચાલકો અને લેખકોની મહેનત બર આવે. તેમાં જ અમારું સમાધાન છે અને અમારા વડીલ પ્રત્યેના ઋણમાંથી મુક્તિ છે. આ નિવેદન પૂરું કરતાં પહેલાં આ પુસ્તકના પ્રકાશક શ્રી. શંભુલાલ જગશી શાહ, અનુવાદક શ્રી. ગોરધનદાસ કહાનદાસ અમીન, તથા પ્રસ્તાવનાલેખક મુ. શ્રી. કાકાસાહેબ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાની રજા લઈએ છીએ. કારણ કે, એમને કારણે જ આ પુસ્તક જેવું છે તેવું બન્યું છે. કારતક સુદ ૫ ’૯૪ મહેમદાવાદ મણિલાલ સાંકળચંદ ગાંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 606