Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 136
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૨૫] માંડી સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં જે ઉત્તમોત્તમ સાધન છે તે, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણ શબ્દોથી જણાવી અનંત ઉપકાર કર્યો છે. આ પ્રમાણે કહીને પરમકૃપાળુ શ્રીમદ્જીએ મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને આત્મસિદ્ધિ માટેનું ગુપ્ત રહસ્ય અને પરમેત્તમ નિમિત્તો બતાવ્યા, તે નિમિત્તોના આશ્રય વિના અને આરાધન વિના જીવને સ્વકલ્યાણ થવું અત્યંત કઠણ છે, એ વાત પણ ગૂઢપણે નિર્દેશ કરી. જે જીવ સરળ સ્વભાવી અને મેક્ષાથી છે તેને આ મર્મ સમજ સહેલે છે અને જે મતાથી છે તથા વકદષ્ટિવાના છે તેને સાચી સમજણ આવવી કઠણ છે. આ પૂર્ણ સત્ય પ્રગટ કરવામાં શ્રીમદ્જીને કંઈ માન, પ્રતિષ્ઠા તેમ પૂજાવા આદિની ભાવના લેશમાત્ર નહોતી. માત્ર લેક માર્ગને મર્મ સમજે, સમજીને આરાધે એ શુભ હેતુએ પરમ કરુણાબુદ્ધિથી યોગ્ય મુમુક્ષુઓ આગળ મર્મને ખુલ્લે ર્યો છે. શ્રી તીર્થકર મહાપ્રભુ મહાવીરદેવ પાસેથી જે શિક્ષા મળી, જે રહસ્ય મળ્યું, તેને જ પ્રમાણિકપણે ઉપદેશ કર્યો છે. આપણે જાણીએ છીએ કે પરમ કૃપાળુ શ્રીમદ્જીને સાત વર્ષની વયે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે ઉત્તરોત્તર વર્ધમાન થતું ગયું હતું. તેઓ અંતિમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના અંતેવાસી શિષ્ય હતા, જાતિસ્મૃતિજ્ઞાન અને પૂર્વભવના વેદન સંબંધે તેમનાં જ વચને આ રહ્યાં. પુનર્જન્મ છે-જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કેઈ જોગનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174