Book Title: Nirgranth Sampraday ni Prachinta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 3
________________ પર જૈનધર્મને પ્રાણું બીજી કઈ પરંપરાના ગુરુવર્ગને માટે “નિન્ય' શબ્દ પ્રચલિત કે રૂઢ થયેલો નથી મળતો. આ કારણે જ જૈનશાસ્ત્રને “નિrivar * અર્થાત “નિશ્વત્રવરન” કહેવામાં આવે છે. બીજા કે સંપ્રદાયના શાસ્ત્રને “નિર્ણવ્યવચન” કહેલ નથી. આગમકથિત નિગ્રંથ સંપ્રદાયની સાથે બૌદ્ધ પિટકાને એટલે અને જેવો સીધો સંબંધ છે, એટલે અને એવો સંબંધ વૈદિક કે પૌરાણિક સાહિત્યને નથી. એનાં કારણે આ પ્રમાણે છે – (૧) જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય, બને શ્રમણ સંપ્રદાય છે, તેથી એમની વચ્ચે ભ્રાતૃભાવ જેવો સંબંધ છે. (૨) બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક ગૌતમબુદ્ધ અને નિગ્રંથ સંપ્રદાયના અંતિમ પુરસ્કર્તા જ્ઞાતપુત્ર મહાવીર, બન્ને સમકાલીન હતા. તેઓ કેવળ સમકાલીન હતા એટલું જ નહીં, બલ્ક એમણે સમાન કે એક જ ક્ષેત્રમાં જીવન વિતાવ્યું હતું. બન્નેની પ્રવૃત્તિનું ધામ કેવળ એક જ પ્રદેશ નહીં બલ્ક એક જ શહેર, એક જ મહેલે અને એક જ કુટુંબ પણ હતું. બન્નેના અનુયાયીઓ પણ અરસપરસ મળતા હતા અને પિતાના પૂજ્ય પુરુષોના ઉપદેશ અને આચાર સંબંધી મિત્રભાવે કે પ્રતિસ્પધીભાવે ચર્ચા પણ કરતા હતા. એટલું જ નહીં, બકે અનેક અનુયાયીઓ એવા પણ હતા, જેઓ પહેલાં કોઈ એકના અનુયાયી હતા, પણ પછીથી બીજાના અનુયાયી થયા; જાણે મહાવીર અને બુદ્ધિના અનુયાયીઓ એવા પાડોશી કે કુટુંબી હતા કે જેમને સામાજિક સંબંધ બહુ નજીક હતે. એમ જ કહેવું જોઈએ કે જાણે એક જ કુટુંબના અનેક સભ્યો, અત્યારે પણ જોવામાં આવે છે એમ, જુદી જુદી માન્યતાઓ ધરાવતા હતા.8 ૧. ભગવતી ૯-૬-૩૮૩. ૨. ઉપાસકદશાંગ અ ૮ ઈત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11