Book Title: Nirgranth Sampraday ni Prachinta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ ૫૬ જૈનધર્મને પ્રાણ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત એવા તપ ઉપર ઉગ્ર પ્રહાર કરે છે. અને તેઓ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર અને વિચારનું ખંડન કરે છે ત્યારે એનું એ સંપ્રદાયની પરિભાષામાં ઠીક ઠીક વર્ણન કરીને કરે છે, એનું કારણ પણ આ જ છે. મહાવીર અને બુદ્ધ બનેને ઉપદેશકાળ અમુક સમય સુધી તે જરૂર એક જ હત; એટલું જ નહીં, તેઓ એકબીજાને મળ્યા વગર પણ અમુક સ્થાનોમાં એકસાથે વિચર્યા હતા. તેથી આપણે એ પણ જોઈએ છીએ કે પિટકામાં “સાતપુત્ત મિટ” તરીકે મહાવીરને નિર્દેશ આવે છે. ચાર યામ અને દ્ધ સંપ્રદાય બૌદ્ધ પિટકામાંના દીઘનિકાય અને સંયુત્તનિકાયમાં નિગ્રંથનાં મહાવ્રતની ચર્ચા આવે છે. દીઘનિકાયના સામર્બફલસુત્તમાં શ્રેણિક-બિંબિસારના પુત્ર અજાતશત્રુ-કણિકે પિતાની જ્ઞાતપુત્ર મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ કર્યું છે, જેમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે એમ કહેવરાવ્યું છે કે નિગ્રંથ ચતુમસંવરથી સંત હોય છે; આવો નિગ્રંથ જ યતાત્મા અને સ્થિતાત્મા હોય છે. આ જ રીતે સંયુત્તનિકાયના દેવદત્તસંયુત્તમાં નિંક નામે વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ધ્યાનમાં રાખીને બુદ્ધને કહે છે કે એ જ્ઞાતપુત્ર મહાવીર દયાળુ, કુશળ અને ચતુર્યામ યુક્ત છે. આ બૌદ્ધ ઉલ્લેખને આધારે આપણે એટલું જાણું શકીએ છીએ કે ખુદ બુદ્ધના સમયમાં અને એ પછી પણ (બદ્ધ પિટકે એ અંતિમ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી પણ) બદ્ધ પરંપરા મહાવીરને અને એમના અન્ય નિગ્રંથને ચતુમ યુક્ત સમજતા હતા. યામનો અર્થ છે મહાવ્રત, જેને યોગશાસ્ત્ર (૨-૩૦) માં જણાવ્યા મુજબ “યમ” પણ કહે છે. મહાવીરની નિગ્રંથ પરંપરા અત્યાર લગી પંચમહાવ્રતધારી છે, અને પંચમહાતી તરીકે જ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. આવી ૧, દીઘનિકાચ સુવ ૨. ૨, દીધનિકાય સુ. ૨. સંયુત્તનિકાસ વેo , પ૦ ૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11