Page #1
--------------------------------------------------------------------------
________________
૩
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
મુખ્ય શ્રમણ સોંપ્રદાયા અને તેની ઓળખ
બ્રાહ્મણ કે વૈદિક ધર્મોનુયાયી સ ંપ્રદાયના વિરાધી સંપ્રદાય, શ્રમણ સંપ્રદાય કહેવાય છે, જે ભારતમાં ઘણે ભાગે વૈદિક સંપ્રદાયના પ્રવેશની પહેલાંથી જ, કાઈ ને કાઈ રૂપમાં અને કાઈ ને કાઈ પ્રદેશમાં અવશ્ય અસ્તિત્વ ધરાવતા હતા. શ્રમણ સોંપ્રદાયની શાખાઓ અને પ્રશાખાએ અનેક હતી, જેમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક વગેરેનાં નામ જાણીતાં છે. શ્રમણ સંપ્રદાયની પ્રાચીન અનેક શાખાએ અને પ્રશાખાએ એવી હતી કે જે પહેલાં તા વૈદિક સંપ્રદાયની સાવ વિધી હતી, પણ ધીમે ધીમે એ, એક યા બીજે કારણે, વૈદિક સંપ્રદાયમાં હળીમળી ગઈ હતી. દાખલા તરીકે આપણે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયેનાં નામ દઈ શકીએ. પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમા વૈદિક સ ંપ્રદાયથી કેવળ ભિન્ન હતા એટલુ જ નહીં, પણ એને વિરાધ સુધ્ધાં કરતા હતા. અને એટલા માટે વૈદિક સ'પ્રદાયના સમ`ક આચાર્યા પણ પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમોને વૈવિાધી માનીને એમને વેદમાહ્ય માનતા હતા; પણુ અત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે, એ જ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયે તથા એમની અનેક શાખાએ બિલકુલ વૈદિક સપ્રદાયમાં મળી ગઈ છે. આ જ સ્થિતિ સાંખ્ય સ ંપ્રદાયની છે, જે પહેલાં અવૈદિક મનાતા હતા, પણ અત્યારે વૈદિક મનાય છે. આમ
Page #2
--------------------------------------------------------------------------
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
હોવા છતાં કેટલાક શ્રમણ સંપ્રદાય હજી પણ એવા છે કે જેઓ પિતે પિતાની જાતને અવૈદિક જ માને મનાવે છે, અને વૈદિક વિદ્વાને પણ એમને અવૈદિક જ માને છે. આ સંપ્રદાયોમાં જૈન અને બૌદ્ધ મુખ્ય છે. ( શ્રમણ સંપ્રદાયની સામાન્ય અને સંક્ષિપ્ત ઓળખાણ એ છે કે એ ન તે અપરુષેય-અનાદિ રૂપે કે ઈશ્વરરચિત રૂપે વેદનું પ્રામાણ્ય સ્વીકારે છે, કે ન તે બ્રાહ્મણવર્ગનું જાતિને કારણે કે રહિતપણાને લીધે ગુરુપદ સ્વીકારે છે. જેવી રીતે કે વૈદિક સંપ્રદાય વેદો અને બ્રાહ્મણ પુરે હિતેના સંબંધમાં માને છે. બધાય શ્રમણ સંપ્રદાય પિતા પોતાના સંપ્રદાયના પુરસ્કર્તા તરીકે કઈ ને કઈ ગ્યતમ પુરુષને માનીને એનાં વચનને જ અંતિમ પ્રમાણરૂપ માને છે, અને જતિ કરતાં ગુણની પ્રતિષ્ઠા કરીને સંન્યાસી કે ગૃહત્યાગી વર્ગનું જ ગુરુપદ સ્વીકારે છે. નિર્ચથ સંપ્રદાય એ જૈન સંપ્રદાય કેટલાક પુરાવા
પ્રાચીન કાળમાં શ્રમણ સંપ્રદાયની બધી શાખા-પ્રશાખાઓમાં ગુરુ કે ત્યાગી વર્ગને માટે સામાન્ય રીતે આ શબ્દ વપરાતા હતા ? શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિવ્રાજક, અહંત, જિન, તીર્થકર વગેરે. બૌદ્ધ અને આજીવક સંપ્રદાયોની જેમ જૈન સંપ્રદાય પણ પિતાના ગુરુવર્ગને માટે પહેલાંથી જ આ શબ્દનો ઉપયોગ કરતો રહ્યો છે. આમ છતાં એક શબ્દ એવો છે કે જેને ઉોગ જૈન સંપ્રદાય જ પિતાના સમગ્ર ઈતિહાસ કાળમાં, પહેલાંથી તે અત્યાર સુધી, પિતાના ગુરુવર્યને માટે કરતે રહ્યું છે. એ શબ્દ છે “મિર્જન્ય' (નિક). જૈન આગમ પ્રમાણે ‘ નિમાય” અને બૌદ્ધ પિટકે મુજબ “વિઠ', એતિહાસિક સાધનોને આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે જેના પરંપરા સિવાયની
૧. આચારાંગ ૧, ૩, , ૧૦૮,
Page #3
--------------------------------------------------------------------------
________________
પર
જૈનધર્મને પ્રાણું
બીજી કઈ પરંપરાના ગુરુવર્ગને માટે “નિન્ય' શબ્દ પ્રચલિત કે રૂઢ થયેલો નથી મળતો. આ કારણે જ જૈનશાસ્ત્રને “નિrivar * અર્થાત “નિશ્વત્રવરન” કહેવામાં આવે છે. બીજા કે સંપ્રદાયના શાસ્ત્રને “નિર્ણવ્યવચન” કહેલ નથી.
આગમકથિત નિગ્રંથ સંપ્રદાયની સાથે બૌદ્ધ પિટકાને એટલે અને જેવો સીધો સંબંધ છે, એટલે અને એવો સંબંધ વૈદિક કે પૌરાણિક સાહિત્યને નથી. એનાં કારણે આ પ્રમાણે છે –
(૧) જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય, બને શ્રમણ સંપ્રદાય છે, તેથી એમની વચ્ચે ભ્રાતૃભાવ જેવો સંબંધ છે.
(૨) બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક ગૌતમબુદ્ધ અને નિગ્રંથ સંપ્રદાયના અંતિમ પુરસ્કર્તા જ્ઞાતપુત્ર મહાવીર, બન્ને સમકાલીન હતા. તેઓ કેવળ સમકાલીન હતા એટલું જ નહીં, બલ્ક એમણે સમાન કે એક જ ક્ષેત્રમાં જીવન વિતાવ્યું હતું. બન્નેની પ્રવૃત્તિનું ધામ કેવળ એક જ પ્રદેશ નહીં બલ્ક એક જ શહેર, એક જ મહેલે અને એક જ કુટુંબ પણ હતું. બન્નેના અનુયાયીઓ પણ અરસપરસ મળતા હતા અને પિતાના પૂજ્ય પુરુષોના ઉપદેશ અને આચાર સંબંધી મિત્રભાવે કે પ્રતિસ્પધીભાવે ચર્ચા પણ કરતા હતા. એટલું જ નહીં, બકે અનેક અનુયાયીઓ એવા પણ હતા, જેઓ પહેલાં કોઈ એકના અનુયાયી હતા, પણ પછીથી બીજાના અનુયાયી થયા; જાણે મહાવીર અને બુદ્ધિના અનુયાયીઓ એવા પાડોશી કે કુટુંબી હતા કે જેમને સામાજિક સંબંધ બહુ નજીક હતે. એમ જ કહેવું જોઈએ કે જાણે એક જ કુટુંબના અનેક સભ્યો, અત્યારે પણ જોવામાં આવે છે એમ, જુદી જુદી માન્યતાઓ ધરાવતા હતા.8
૧. ભગવતી ૯-૬-૩૮૩. ૨. ઉપાસકદશાંગ અ ૮ ઈત્યાદિ.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
૫૩ (૩) નિગ્રંથ સંપ્રદાયની અનેક બાબતોનું બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યોએ નજરે જોયા જેવું વર્ણન કર્યું છે–ભલે પછી એ વર્ણન પ્રાસંગિક હોય કે ખંડનની દૃષ્ટિથી કરવામાં આવ્યું હોય.
એટલા માટે બૌદ્ધ પિટમાં મળતા નિગ્રંથ સંપ્રદાયના આચારવિચારને લગતા નિર્દેશ એતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વ છે. પછી
જ્યારે આપણે બદ્ધ ફિરકામાં આવતા નિગ્રંથ સંપ્રદાય સંબંધી નિશાની, ખુદ નિગ્રંથ પ્રવચનરૂપે ઉપલબ્ધ આગમિક સાહિત્યમાંના નિદેશની સાથે, શબ્દ અને ભાવની દષ્ટિએ, સરખામણું કરીએ છીએ ત્યારે એમાં સંદેહ નથી રહેત કે બન્ને નિર્દેશ પ્રમાણભૂત છે–ભલે પછી બન્ને બાજુએ વાદી-પ્રતિવાદીને ભાવ રહ્યો હોય. જેવી બૌદ્ધ પિટકની રચના અને સંકલનાની સ્થિતિ છે, લગભગ એવી જ સ્થિતિ પ્રાચીન નિગ્રંથ આગમોની છે. બુદ્ધ અને મહાવીર
બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. બન્ને શ્રમણ સંપ્રદાયના સમર્થક હતા, છતાં બન્ને વચ્ચેનું અંતર જાણ્યા વિના આપણે કોઈ નિર્ણય ઉપર નથી પહોંચી શકતા. પહેલું અંતર તે એ છે કે બુદ્ધ મહાભિનિષ્ક્રમણથી લઈને તે પિતાના નવા માર્ગ–ધમચકનું પ્રવતન કર્યું, એ છ વર્ષ દરમ્યાન તેઓ એ સમયે પ્રચલિત ભિન્ન ભિન્ન તપસ્વી અને યોગી સંપ્રદાયનો એક પછી એકને સ્વીકાર અને ત્યાગ કરતા રહ્યાજ્યારે મહાવીરને કુળ પરંપરાથી જે ધર્મમાગ પ્રાપ્ત થયે હતો એને સ્વીકાર કરીને તેઓ આગળ વધ્યા અને એ કુળ પરંપરાગત ધર્મમાં પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે એમણે સુધારે કે શુદ્ધિ કર્યા. એકને માર્ગ જૂના પંથને ત્યાગ કર્યા બાદ નવા ધર્મસ્થાપનને હતો, તે બીજાને માર્ગ કુળધર્મનું સંશોધન માત્ર હતા. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ ઠેર ઠેર પહેલાં સ્વીકારેલ અને નહીં સ્વીકારેલ
છે. મઝિમનિકાય સુર ૧૪, પ૬. દીધનિકાય સુલ ૨૯, ૩૩.
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૪.
જૈનધર્મને પ્રાણ
અનેક પથાની સમાલોચના કરતા રહે છે, અને કહે છે કે અમુક પંથને અમુક નાયક અમુક માને છે, બીજે અમુક માને છે, પણ હું એની સાથે સંમત નથી, હું તે આ પ્રમાણે માનું છું ઇત્યાદિ. બુદ્ધ સમસ્ત પિટકમાં એવું ક્યાંય નથી કહ્યું કે હું જે કહું છું તે તો ફક્ત પ્રાચીન છે, અને હું તે માત્ર એને પ્રચારક જ છું. બુદ્ધના સર્વ કથનની પાછળ એક જ ભાવ છે, અને તે એ કે, મારો માર્ગ મારી પિતાની શોધનું ફળ છે, જ્યારે મહાવીર એમ નથી કહેતા. કારણ કે એકવાર પાશ્વપત્યિકેએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા તે એમણે પાર્શ્વનાથનાં જ વચનોની સાક્ષી આપીને પાર્શ્વપત્યિકેને પિતાના પક્ષના બનાવી દીધા. એ કારણે જ બુદ્દે પિતાના મતની સાથે બીજા કોઈ સમકાલીન કે પૂર્વકાલીન મતને સમન્વય નથી કર્યો; એમણે કેવળ પિતાના મતની વિશેષતાઓ બતાવી છે, જ્યારે મહાવીરે એવું નથી કર્યું. તેઓએ પાર્શ્વનાથના તે સમયના સંપ્રદાયના અનુયાયીઓ સાથે પિતાના સુધારા કે ફેરફારને સમન્વય કર્યો છે. તેથી મહાવીરનો માર્ગ પાર્શ્વનાથને સંપ્રદાય સાથેની એમની સમન્વયવૃત્તિનો સૂચક છે.
બુદ્ધ અને મહાવીરની વચ્ચે ધ્યાન આપવા ય બીજું અંતર જીવનકાલનું છે. બુદ્ધ ૮૦ વષે નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર ૭ર વર્ષની ઉંમરે. હવે તો એ નિશ્ચિત જેવું થઈ ચૂકયું છે કે બુદ્ધનું નિર્વાણ પહેલાં અને મહાવીરનું પછી થયું હતું કે આ રીતે મહાવીર કરતાં બુદ્ધ જરૂર કંઈક વૃદ્ધ હતા; એટલું જ નહીં પણ મહાવીરે સ્વતંત્રરૂપે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો એની પહેલાં જ બુદ્ધ પિતાના માર્ગની
૧. મનિઝમનકાય સુવ પ૬. અંગુત્તરનિકાય વગ ૧. પૃ. ૨૦૧; વોટ ૩, પૃ. ૩૮૩.
૨. ભગવતી ૫-૯-૨૨પ. ૩ ઉત્તરાધ્યયન અ ૨૩.
૪. વીરનિર્વાણસંવત ઔર જેને કાલગણના. ભારતીય વિદ્યા ભા. ૩ ૫ ૧૭૭.
Page #6
--------------------------------------------------------------------------
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
૫૫ સ્થાપનાની શરૂઆત કરી દીધી હતી. બુદ્ધને પિતાના માર્ગમાં નવા નવા અનુયાયીઓને ભેગા કરીને જ બળ વધારવું હતું, જ્યારે મહાવીરને અનુયાયીઓ બનાવવા ઉપરાંત પાર્શ્વનાથના જૂના અનુયાયીઓને પણ પિતાના પ્રભાવમાં અને પિતાની આસપાસ જોડી રાખવાના હતા. તત્કાલીન બીજા બધા પથેનાં મંતવ્યની પૂરી પરીક્ષા કે એમનું ખંડન કર્યા વગર બુદ્ધ પિતાની સંધરચનામાં સફળ થઈ શકે એમ ન હતા, જ્યારે મહાવીરને પ્રશ્ન કંઈક જુદો હતા, કારણ કે પિતાના ચારિત્ર અને તેજોબળને લીધે પાશ્વનાથના તત્કાલીન અનુયાયીઓનાં મન જીતી લઈને મહાવીર એમને પિતાના અનુયાયી બનાવી લેતા હતા, તેથી નવા નવા અનુયાયીઓની ભરતીને સવાલ એમને માટે એટલે ઉઝ ન હતા, એટલે બુદ્ધને માટે. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધનો સમગ્ર ઉપદેશ બીજાઓની આલોચનાથી ભરેલો છે. નિથ પરંપરાને બુદ્ધ ઉપર પ્રભાવ
બુદ્દે પિતાને માર્ગ શરૂ કરતાં પહેલાં એક પછી એક જે પાને ત્યાગ કર્યો, એમાં એક નિગ્રંથ પંથ પણ હતા. બુકે પિતાના જીવનનું જે વર્ણન કર્યું છે, એને વાંચવાથી અને એની જૈન આગમાં વર્ણવેલ આચારો સાથે સરખામણી કરવાથી એ નિઃસંદેહ રીતે જાણું શકાય છે કે બુધે બીજા પંથેની જેમ જૈન પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું–ભલે પછી એ ટૂંકા સભ્ય માટે પણ કેમ ન હોય. બુદ્ધની સાધનાના સમયમાં શરૂઆતનાં વર્ષોમાં મહાવીરે તે પિતાને માર્ગ શરૂ જ નહોતો કર્યો અને એ સમયે પૂર્વ પ્રદેશમાં પાશ્વનાથના સિવાય બીજો કોઈ નિર્ચથ પંથ ન હતું. તેથી એ નક્કી છે કે બુદ્ધ, ભલે ઘેડા વખત માટે પણ કેમ ન હોય, પાર્શ્વનાથના નિર્મથ સંપ્રદાયનું જીવન વિતાવ્યું હતું. એને લીધે જ બુદ્ધ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર-વિચારની સમાલોચના કરે છે ત્યારે નિગ્રંથ
1. મઝિમનિકાય સુર ર૧. પ્રકાશીત બુદ્ધચરિત (ગુજરાતી).
Page #7
--------------------------------------------------------------------------
________________
૫૬
જૈનધર્મને પ્રાણ
સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત એવા તપ ઉપર ઉગ્ર પ્રહાર કરે છે. અને તેઓ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર અને વિચારનું ખંડન કરે છે ત્યારે એનું એ સંપ્રદાયની પરિભાષામાં ઠીક ઠીક વર્ણન કરીને કરે છે, એનું કારણ પણ આ જ છે. મહાવીર અને બુદ્ધ બનેને ઉપદેશકાળ અમુક સમય સુધી તે જરૂર એક જ હત; એટલું જ નહીં, તેઓ એકબીજાને મળ્યા વગર પણ અમુક સ્થાનોમાં એકસાથે વિચર્યા હતા. તેથી આપણે એ પણ જોઈએ છીએ કે પિટકામાં “સાતપુત્ત મિટ” તરીકે મહાવીરને નિર્દેશ આવે છે. ચાર યામ અને દ્ધ સંપ્રદાય
બૌદ્ધ પિટકામાંના દીઘનિકાય અને સંયુત્તનિકાયમાં નિગ્રંથનાં મહાવ્રતની ચર્ચા આવે છે. દીઘનિકાયના સામર્બફલસુત્તમાં શ્રેણિક-બિંબિસારના પુત્ર અજાતશત્રુ-કણિકે પિતાની જ્ઞાતપુત્ર મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ કર્યું છે, જેમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે એમ કહેવરાવ્યું છે કે નિગ્રંથ ચતુમસંવરથી સંત હોય છે; આવો નિગ્રંથ જ યતાત્મા અને સ્થિતાત્મા હોય છે.
આ જ રીતે સંયુત્તનિકાયના દેવદત્તસંયુત્તમાં નિંક નામે વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ધ્યાનમાં રાખીને બુદ્ધને કહે છે કે એ જ્ઞાતપુત્ર મહાવીર દયાળુ, કુશળ અને ચતુર્યામ યુક્ત છે. આ બૌદ્ધ ઉલ્લેખને આધારે આપણે એટલું જાણું શકીએ છીએ કે ખુદ બુદ્ધના સમયમાં અને એ પછી પણ (બદ્ધ પિટકે એ અંતિમ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી પણ) બદ્ધ પરંપરા મહાવીરને અને એમના અન્ય નિગ્રંથને ચતુમ યુક્ત સમજતા હતા. યામનો અર્થ છે મહાવ્રત, જેને યોગશાસ્ત્ર (૨-૩૦) માં જણાવ્યા મુજબ “યમ” પણ કહે છે. મહાવીરની નિગ્રંથ પરંપરા અત્યાર લગી પંચમહાવ્રતધારી છે, અને પંચમહાતી તરીકે જ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. આવી
૧, દીઘનિકાચ સુવ ૨. ૨, દીધનિકાય સુ. ૨. સંયુત્તનિકાસ વેo , પ૦ ૬૬.
Page #8
--------------------------------------------------------------------------
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
પ૭
સ્થિતિમાં બૌદ્ધ ગ્રંથમાં મહાવીર અને અન્ય નિગ્રંથ માટે ચારમહાવ્રતધારી રૂપે જે ઉલ્લેખ છે, એનો શું અર્થ સમજવો?—આવો પ્રિમ આપોઆપ ઊભો થાય છે.
આનો જવાબ આપણને ઉપલબ્ધ જૈન આગમોમાંથી મળી રહે છે. સદ્ભાગ્યે ઉપલબ્ધ આગમમાં પ્રાચીન એવા અનેક સ્તરો સચવાઈ રહ્યા છે કે જે કેવળ મહાવીરના સમયની નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર જ નહીં બલ્ક એની પહેલાંની પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર પણ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ભગવતી અને ઉત્તરાધ્યયન જેવા આગમોમાં વર્ણન આવે છે કે પાશ્વપત્યિક નિગ્રંથ, જેઓ ચાર મહાવ્રતધારી હતા, એમાંના ઘણાઓએ મહાવીરના શાસનને સ્વીકાર કરીને એમણે પ્રરૂપેલ પાંચ મહાવ્રતોને ધારણ કર્યા હતા, અને જૂની ચાર મહાવ્રતોની પરંપરાને બદલી નાખી હતી; જ્યારે કેટલાક એવા પણ પાપત્યિક નિ હતા કે જેમણે પિતાની ચાર મહાવ્રતની પરંપરાને જ ચાલુ રાખી હતી. મહાવીરે ચાર મહાત્રતાના સ્થાને પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી અને ક્યારે કરી, આ પણ એક ઐતિહાસિક સવાલ છે. મહાવીરે પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી?—આ સવાલનો જવાબ તે જૈન ગ્રંથે આપે છે, પણ એ સ્થાપના ક્યારે કરી?--આનો જવાબ એ નથી આપતા. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, આ ચાર યા–મહાવ્રતાની પ્રતિષ્ઠા ભગવાન પાર્શ્વનાથે કરી હતી, પણ ક્રમે ક્રમે નિગ્રંથ પરંપરામાં એવી શિથિલતા આવી ગઈ કે કેટલાક નિશે “અપરિગ્રહ ને અર્થ “સંગ્રહ ન કરવો’ એટલે જ કરીને સ્ત્રીઓને સંગ્રહ કે પરિડ કર્યા વગર પણ એમને સંપ રાખતા હતા, અને છતાં માનતા હતા કે એથી અને
ફરન્સ, મુંબઈ)
૧. “ઉદ્યાન અને મહાવીરાંક (સ્થાનકવાસી જૈન પૃ૦ ૪૬.
૨. એજન.
WWW.jainelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
૫૮
જૈનધર્મને પ્રાણ
પરિગ્રહવ્રતને ભંગ થતું નથી. આ શિથિલતાને દૂર કરવા માટે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને અપરિગ્રહથી જુદું સ્થાપ્યું અને ચેથા વ્રતમાં શુદ્ધિ લાવવાના પ્રયત્ન કર્યો. મહાવીરે પોતાના ઉપદેશકાળના ત્રીસ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન બ્રહ્મચર્ય વ્રતની અપરિગ્રહથી જુદી સ્થાપના ક્યારે કરી, એ તે કહી શકાય એમ નથી, પણ એમણે આ સ્થાપના એવી ભારપૂર્વક કરી કે જેને લીધે પછીની સમસ્ત નિગ્રંથ પરંપરા પાંચ મહાવ્રતની જ પ્રતિષ્ઠા કરવા લાગી, અને જે ગણ્યાગાંડ્યા પાશ્વપત્યિક નિ મહાવીરની પંચમહાવ્રત–શાસનથી જુદા રહ્યા એમનું આગળ જતાં કેઈ અસ્તિત્વ જ ન રહ્યું. જે બૌદ્ધ પિટકોમાં અને જૈન આગમાં ચાર મહાવ્રતને નિર્દેશ કે એનું વર્ણન ન આવત તો આજે એ પ પણ ન લાગત કે પાપત્યિક પરંપરા કયારેક ચારમહાવ્રતધારી પણ હતી.
ઉપરની ચર્ચાથી એટલું તે આપોઆપ વિદિત થઈ જાય છે કે પાપત્યિક નિગ્રંથ પરંપરામાં દીક્ષા લેવાવાળા જ્ઞાતપુત્ર મહાવીરે પિતે પણ ચાર મહાવ્રતો જ ધારણ કર્યા હતાં, પરંતુ સાંપ્રદાયિક પરિસ્થિતિને જોઈને એમણે એ બાબતમાં ક્યારેક ને કયારેક સુધારે કર્યો. આ સુધારાની સામે પ્રાચીન નિગ્રંથ પરંપરામાં કેવી ચર્ચા કે કેવા તર્કવિતર્ક થતાં હતાં, એને આછો ખ્યાલ આપણને ઉત્તરાધ્યયન સૂત્રમાંના કેશિ-ગૌતમ સંવાદમાંથી મળે છે. એમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પાપત્યિક નિગ્રંથમાં એ વિતર્ક થવા લાગ્યો હતો કે જ્યારે પાર્શ્વનાથ અને મધુવીરનું એકમાત્ર ધ્યેય મોક્ષ જ છે, ત્યારે એ બન્નેના મહાવતો સંબંધી ઉપદેશમાં ફરક કેમ ? આ ગડમથલને કેશીએ ગૌતમની સામે રજૂ કરી અને ગૌતમે એનો ખુલાસો કર્યો. કશી પ્રસન્ન થયા અને એમણે મહાવીરના શાસનને સ્વીકારી લીધું. આટલી ચર્ચા ઉપરથી આપણે સહેલાઈથી નીચે જણાવેલ
૧. ઉત્તરાધ્યયન ૨૩. ૧૧-૧૩, ૨૩-૨૭ વગેરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ૯
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ છીએ –
(૧) મહાવીરની પહેલાં, ઓછામાં ઓછું પાર્શ્વનાથના સમયથી શરૂ કરીને, નિર્ગથ પરંપરામાં ચાર મહાવ્રતની જ પ્રથા હતી, જેને ભગવાન મહાવીરે ક્યારેક ને ક્યારેક બદલી, અને પાંચ મહાવ્રતરૂપે એને વિકાસ કર્યો. એ જ વિકસિત રૂપ અત્યાર સુધીના બધાય જૈન, ફિરકાઓમાં નિર્વિવાદ રૂપે માન્ય છે, અને ચાર મહાવ્રતની પ્રાચીન પ્રથા માત્ર ગ્રંથમાં જ સચવાઈ રહી છે. '
(૨) ખુદ બુદ્ધ અને એમના સમકાલીન કે ઉત્તરકાલીન બધાય ભિક્ષુઓ નિર્ગથ પરંપરાને કેવળ ચાર મહાવ્રતધારી જ માનતા હતા, અને મહાવીરના પંચ મહાવ્રત સંબંધી આંતરિક સુધારાથી તેઓ અપરિચિત હતા. જે વાત બુદ્દે એકવાર કહી અને જે સામાન્ય જનતામાં પ્રસિદ્ધ થઈ, એને જ તેઓ પોતાની રચનાઓમાં ફરી ફરી કહેતા ગયા.
બુદ્ધ પિતાના સંધને માટે મુખ્ય પાંચ શીલ કે વ્રત દર્શાવ્યાં છે. જે સંખ્યાની દૃષ્ટિએ તે નિગ્રંથ પરંપરાને યમે સાથે મળતાં છે, પણ બન્ને વચ્ચે થોડું અંતર છે. આ અંતર એ છે કે નિગ્રંથ પર પરામાં પાંચમું વ્રત અપરિગ્રહ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મદ્ય વગેરેને ત્યાગ એ પાંચમું શીલ છે.
જોકે બૌદ્ધ ગ્રંથમાં ઠેકઠેકાણે ચતુર્યામને નિર્દેશ આવે છે, પણ મૂળ પિટકોમાં તથા એની અકથાઓમાં ચતુર્યામને જે અર્થ કરવામાં આવ્યા છે તે છે તથા અસ્પષ્ટ છે. આમ કેમ થયું હશે ? – એ પ્રશ્ન થયા વિના નથી રહેતો. નિગ્રંથ પરંપરા જેવી પિતાની પાડોશ, સમકાલીન અને અતિપ્રસિદ્ધ પરંપરાના ચાર યામના સંબંધમાં બૌદ્ધ ગ્રંથકારે આટલે અજ્ઞાત કે અસ્પષ્ટ હોય એ જોઈને શરૂ શરૂમાં તે નવાઈ લાગે છે, પણ જ્યારે આપણે સાંપ્રદાયિક સ્થિતિને વિચાર
» દીઘનિકાય સુ. ૨. દિધનિકાય સુમંગલા ટકા પુર ૧૬૭.
Page #11
--------------------------------------------------------------------------
________________ જૈનધર્મને પ્રાણ કરીએ છીએ ત્યારે એ નવાઈ દૂર થઈ જાય છે. કોઈ પણ સંપ્રદાયે બીજા સંપ્રદાયને પૂરે ન્યાય નથી આપ્યો. એવું પણ બન્યું હોય કે મૂળમાં બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્ય ચતુર્યામને પૂરે અને સાચો અર્થ જાણતા હેય—એ અર્થ સર્વત્ર પ્રસિદ્ધ પણ –તેથી એ જણાવવાની જરૂર ન દેખાઈ હોય; પણ જેમ જેમ પિટકાનું સંકલન થતું ગયું તેમ તેમ ચતુર્યામનો અર્થ સ્પષ્ટ કરવાની જરૂર દેખાઈ હેય. કેઈ બૌદ્ધ ભિક્ષુએ, કલ્પનાને બળે, એના અર્થની પૂર્તિ કરી, એ જ આગળ જતાં જેમની તેમ ચાલુ રહી, અને કોઈએ એ ન વિચાર્યું કે ચતુર્યામનો આ અર્થ નિગ્રંથ પરંપરાને માન્ય છે કે નહીં? બૌદ્ધોના સંબંધમાં જેના હાથે પણ આવો વિપાસ થયેલ ક્યાંક કયાંક જોવામાં આવે છે. કેઈપણ સંપ્રદાયની માન્યતાનું પૂર્ણ સાચું રૂપ તે એના ગ્રંથો અને એની પરંપરાથી જાણું શકાય છે. દઔચિં૦ નં૦ 2, પૃ. ૫૦-પ૯, 97-100J 1. સૂત્રકૃતાંગ 1-2-2, 24-28,