SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ છીએ – (૧) મહાવીરની પહેલાં, ઓછામાં ઓછું પાર્શ્વનાથના સમયથી શરૂ કરીને, નિર્ગથ પરંપરામાં ચાર મહાવ્રતની જ પ્રથા હતી, જેને ભગવાન મહાવીરે ક્યારેક ને ક્યારેક બદલી, અને પાંચ મહાવ્રતરૂપે એને વિકાસ કર્યો. એ જ વિકસિત રૂપ અત્યાર સુધીના બધાય જૈન, ફિરકાઓમાં નિર્વિવાદ રૂપે માન્ય છે, અને ચાર મહાવ્રતની પ્રાચીન પ્રથા માત્ર ગ્રંથમાં જ સચવાઈ રહી છે. ' (૨) ખુદ બુદ્ધ અને એમના સમકાલીન કે ઉત્તરકાલીન બધાય ભિક્ષુઓ નિર્ગથ પરંપરાને કેવળ ચાર મહાવ્રતધારી જ માનતા હતા, અને મહાવીરના પંચ મહાવ્રત સંબંધી આંતરિક સુધારાથી તેઓ અપરિચિત હતા. જે વાત બુદ્દે એકવાર કહી અને જે સામાન્ય જનતામાં પ્રસિદ્ધ થઈ, એને જ તેઓ પોતાની રચનાઓમાં ફરી ફરી કહેતા ગયા. બુદ્ધ પિતાના સંધને માટે મુખ્ય પાંચ શીલ કે વ્રત દર્શાવ્યાં છે. જે સંખ્યાની દૃષ્ટિએ તે નિગ્રંથ પરંપરાને યમે સાથે મળતાં છે, પણ બન્ને વચ્ચે થોડું અંતર છે. આ અંતર એ છે કે નિગ્રંથ પર પરામાં પાંચમું વ્રત અપરિગ્રહ છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મદ્ય વગેરેને ત્યાગ એ પાંચમું શીલ છે. જોકે બૌદ્ધ ગ્રંથમાં ઠેકઠેકાણે ચતુર્યામને નિર્દેશ આવે છે, પણ મૂળ પિટકોમાં તથા એની અકથાઓમાં ચતુર્યામને જે અર્થ કરવામાં આવ્યા છે તે છે તથા અસ્પષ્ટ છે. આમ કેમ થયું હશે ? – એ પ્રશ્ન થયા વિના નથી રહેતો. નિગ્રંથ પરંપરા જેવી પિતાની પાડોશ, સમકાલીન અને અતિપ્રસિદ્ધ પરંપરાના ચાર યામના સંબંધમાં બૌદ્ધ ગ્રંથકારે આટલે અજ્ઞાત કે અસ્પષ્ટ હોય એ જોઈને શરૂ શરૂમાં તે નવાઈ લાગે છે, પણ જ્યારે આપણે સાંપ્રદાયિક સ્થિતિને વિચાર » દીઘનિકાય સુ. ૨. દિધનિકાય સુમંગલા ટકા પુર ૧૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249508
Book TitleNirgranth Sampraday ni Prachinta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy