SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈનધર્મને પ્રાણ પરિગ્રહવ્રતને ભંગ થતું નથી. આ શિથિલતાને દૂર કરવા માટે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને અપરિગ્રહથી જુદું સ્થાપ્યું અને ચેથા વ્રતમાં શુદ્ધિ લાવવાના પ્રયત્ન કર્યો. મહાવીરે પોતાના ઉપદેશકાળના ત્રીસ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન બ્રહ્મચર્ય વ્રતની અપરિગ્રહથી જુદી સ્થાપના ક્યારે કરી, એ તે કહી શકાય એમ નથી, પણ એમણે આ સ્થાપના એવી ભારપૂર્વક કરી કે જેને લીધે પછીની સમસ્ત નિગ્રંથ પરંપરા પાંચ મહાવ્રતની જ પ્રતિષ્ઠા કરવા લાગી, અને જે ગણ્યાગાંડ્યા પાશ્વપત્યિક નિ મહાવીરની પંચમહાવ્રત–શાસનથી જુદા રહ્યા એમનું આગળ જતાં કેઈ અસ્તિત્વ જ ન રહ્યું. જે બૌદ્ધ પિટકોમાં અને જૈન આગમાં ચાર મહાવ્રતને નિર્દેશ કે એનું વર્ણન ન આવત તો આજે એ પ પણ ન લાગત કે પાપત્યિક પરંપરા કયારેક ચારમહાવ્રતધારી પણ હતી. ઉપરની ચર્ચાથી એટલું તે આપોઆપ વિદિત થઈ જાય છે કે પાપત્યિક નિગ્રંથ પરંપરામાં દીક્ષા લેવાવાળા જ્ઞાતપુત્ર મહાવીરે પિતે પણ ચાર મહાવ્રતો જ ધારણ કર્યા હતાં, પરંતુ સાંપ્રદાયિક પરિસ્થિતિને જોઈને એમણે એ બાબતમાં ક્યારેક ને કયારેક સુધારે કર્યો. આ સુધારાની સામે પ્રાચીન નિગ્રંથ પરંપરામાં કેવી ચર્ચા કે કેવા તર્કવિતર્ક થતાં હતાં, એને આછો ખ્યાલ આપણને ઉત્તરાધ્યયન સૂત્રમાંના કેશિ-ગૌતમ સંવાદમાંથી મળે છે. એમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પાપત્યિક નિગ્રંથમાં એ વિતર્ક થવા લાગ્યો હતો કે જ્યારે પાર્શ્વનાથ અને મધુવીરનું એકમાત્ર ધ્યેય મોક્ષ જ છે, ત્યારે એ બન્નેના મહાવતો સંબંધી ઉપદેશમાં ફરક કેમ ? આ ગડમથલને કેશીએ ગૌતમની સામે રજૂ કરી અને ગૌતમે એનો ખુલાસો કર્યો. કશી પ્રસન્ન થયા અને એમણે મહાવીરના શાસનને સ્વીકારી લીધું. આટલી ચર્ચા ઉપરથી આપણે સહેલાઈથી નીચે જણાવેલ ૧. ઉત્તરાધ્યયન ૨૩. ૧૧-૧૩, ૨૩-૨૭ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249508
Book TitleNirgranth Sampraday ni Prachinta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy