SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. જૈનધર્મને પ્રાણ અનેક પથાની સમાલોચના કરતા રહે છે, અને કહે છે કે અમુક પંથને અમુક નાયક અમુક માને છે, બીજે અમુક માને છે, પણ હું એની સાથે સંમત નથી, હું તે આ પ્રમાણે માનું છું ઇત્યાદિ. બુદ્ધ સમસ્ત પિટકમાં એવું ક્યાંય નથી કહ્યું કે હું જે કહું છું તે તો ફક્ત પ્રાચીન છે, અને હું તે માત્ર એને પ્રચારક જ છું. બુદ્ધના સર્વ કથનની પાછળ એક જ ભાવ છે, અને તે એ કે, મારો માર્ગ મારી પિતાની શોધનું ફળ છે, જ્યારે મહાવીર એમ નથી કહેતા. કારણ કે એકવાર પાશ્વપત્યિકેએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂળ્યા તે એમણે પાર્શ્વનાથનાં જ વચનોની સાક્ષી આપીને પાર્શ્વપત્યિકેને પિતાના પક્ષના બનાવી દીધા. એ કારણે જ બુદ્દે પિતાના મતની સાથે બીજા કોઈ સમકાલીન કે પૂર્વકાલીન મતને સમન્વય નથી કર્યો; એમણે કેવળ પિતાના મતની વિશેષતાઓ બતાવી છે, જ્યારે મહાવીરે એવું નથી કર્યું. તેઓએ પાર્શ્વનાથના તે સમયના સંપ્રદાયના અનુયાયીઓ સાથે પિતાના સુધારા કે ફેરફારને સમન્વય કર્યો છે. તેથી મહાવીરનો માર્ગ પાર્શ્વનાથને સંપ્રદાય સાથેની એમની સમન્વયવૃત્તિનો સૂચક છે. બુદ્ધ અને મહાવીરની વચ્ચે ધ્યાન આપવા ય બીજું અંતર જીવનકાલનું છે. બુદ્ધ ૮૦ વષે નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર ૭ર વર્ષની ઉંમરે. હવે તો એ નિશ્ચિત જેવું થઈ ચૂકયું છે કે બુદ્ધનું નિર્વાણ પહેલાં અને મહાવીરનું પછી થયું હતું કે આ રીતે મહાવીર કરતાં બુદ્ધ જરૂર કંઈક વૃદ્ધ હતા; એટલું જ નહીં પણ મહાવીરે સ્વતંત્રરૂપે ધર્મોપદેશ આપવો શરૂ કર્યો એની પહેલાં જ બુદ્ધ પિતાના માર્ગની ૧. મનિઝમનકાય સુવ પ૬. અંગુત્તરનિકાય વગ ૧. પૃ. ૨૦૧; વોટ ૩, પૃ. ૩૮૩. ૨. ભગવતી ૫-૯-૨૨પ. ૩ ઉત્તરાધ્યયન અ ૨૩. ૪. વીરનિર્વાણસંવત ઔર જેને કાલગણના. ભારતીય વિદ્યા ભા. ૩ ૫ ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249508
Book TitleNirgranth Sampraday ni Prachinta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy