Book Title: Nirgranth Sampraday ni Prachinta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 8
________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા પ૭ સ્થિતિમાં બૌદ્ધ ગ્રંથમાં મહાવીર અને અન્ય નિગ્રંથ માટે ચારમહાવ્રતધારી રૂપે જે ઉલ્લેખ છે, એનો શું અર્થ સમજવો?—આવો પ્રિમ આપોઆપ ઊભો થાય છે. આનો જવાબ આપણને ઉપલબ્ધ જૈન આગમોમાંથી મળી રહે છે. સદ્ભાગ્યે ઉપલબ્ધ આગમમાં પ્રાચીન એવા અનેક સ્તરો સચવાઈ રહ્યા છે કે જે કેવળ મહાવીરના સમયની નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર જ નહીં બલ્ક એની પહેલાંની પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર પણ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ભગવતી અને ઉત્તરાધ્યયન જેવા આગમોમાં વર્ણન આવે છે કે પાશ્વપત્યિક નિગ્રંથ, જેઓ ચાર મહાવ્રતધારી હતા, એમાંના ઘણાઓએ મહાવીરના શાસનને સ્વીકાર કરીને એમણે પ્રરૂપેલ પાંચ મહાવ્રતોને ધારણ કર્યા હતા, અને જૂની ચાર મહાવ્રતોની પરંપરાને બદલી નાખી હતી; જ્યારે કેટલાક એવા પણ પાપત્યિક નિ હતા કે જેમણે પિતાની ચાર મહાવ્રતની પરંપરાને જ ચાલુ રાખી હતી. મહાવીરે ચાર મહાત્રતાના સ્થાને પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી અને ક્યારે કરી, આ પણ એક ઐતિહાસિક સવાલ છે. મહાવીરે પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી?—આ સવાલનો જવાબ તે જૈન ગ્રંથે આપે છે, પણ એ સ્થાપના ક્યારે કરી?--આનો જવાબ એ નથી આપતા. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, આ ચાર યા–મહાવ્રતાની પ્રતિષ્ઠા ભગવાન પાર્શ્વનાથે કરી હતી, પણ ક્રમે ક્રમે નિગ્રંથ પરંપરામાં એવી શિથિલતા આવી ગઈ કે કેટલાક નિશે “અપરિગ્રહ ને અર્થ “સંગ્રહ ન કરવો’ એટલે જ કરીને સ્ત્રીઓને સંગ્રહ કે પરિડ કર્યા વગર પણ એમને સંપ રાખતા હતા, અને છતાં માનતા હતા કે એથી અને ફરન્સ, મુંબઈ) ૧. “ઉદ્યાન અને મહાવીરાંક (સ્થાનકવાસી જૈન પૃ૦ ૪૬. ૨. એજન. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11