Book Title: Nirgranth Sampraday ni Prachinta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 6
________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા ૫૫ સ્થાપનાની શરૂઆત કરી દીધી હતી. બુદ્ધને પિતાના માર્ગમાં નવા નવા અનુયાયીઓને ભેગા કરીને જ બળ વધારવું હતું, જ્યારે મહાવીરને અનુયાયીઓ બનાવવા ઉપરાંત પાર્શ્વનાથના જૂના અનુયાયીઓને પણ પિતાના પ્રભાવમાં અને પિતાની આસપાસ જોડી રાખવાના હતા. તત્કાલીન બીજા બધા પથેનાં મંતવ્યની પૂરી પરીક્ષા કે એમનું ખંડન કર્યા વગર બુદ્ધ પિતાની સંધરચનામાં સફળ થઈ શકે એમ ન હતા, જ્યારે મહાવીરને પ્રશ્ન કંઈક જુદો હતા, કારણ કે પિતાના ચારિત્ર અને તેજોબળને લીધે પાશ્વનાથના તત્કાલીન અનુયાયીઓનાં મન જીતી લઈને મહાવીર એમને પિતાના અનુયાયી બનાવી લેતા હતા, તેથી નવા નવા અનુયાયીઓની ભરતીને સવાલ એમને માટે એટલે ઉઝ ન હતા, એટલે બુદ્ધને માટે. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધનો સમગ્ર ઉપદેશ બીજાઓની આલોચનાથી ભરેલો છે. નિથ પરંપરાને બુદ્ધ ઉપર પ્રભાવ બુદ્દે પિતાને માર્ગ શરૂ કરતાં પહેલાં એક પછી એક જે પાને ત્યાગ કર્યો, એમાં એક નિગ્રંથ પંથ પણ હતા. બુકે પિતાના જીવનનું જે વર્ણન કર્યું છે, એને વાંચવાથી અને એની જૈન આગમાં વર્ણવેલ આચારો સાથે સરખામણી કરવાથી એ નિઃસંદેહ રીતે જાણું શકાય છે કે બુધે બીજા પંથેની જેમ જૈન પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું–ભલે પછી એ ટૂંકા સભ્ય માટે પણ કેમ ન હોય. બુદ્ધની સાધનાના સમયમાં શરૂઆતનાં વર્ષોમાં મહાવીરે તે પિતાને માર્ગ શરૂ જ નહોતો કર્યો અને એ સમયે પૂર્વ પ્રદેશમાં પાશ્વનાથના સિવાય બીજો કોઈ નિર્ચથ પંથ ન હતું. તેથી એ નક્કી છે કે બુદ્ધ, ભલે ઘેડા વખત માટે પણ કેમ ન હોય, પાર્શ્વનાથના નિર્મથ સંપ્રદાયનું જીવન વિતાવ્યું હતું. એને લીધે જ બુદ્ધ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર-વિચારની સમાલોચના કરે છે ત્યારે નિગ્રંથ 1. મઝિમનિકાય સુર ર૧. પ્રકાશીત બુદ્ધચરિત (ગુજરાતી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11