Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ સંક્ષોભ-એ ડોળાણ તળીયે ઠરેલા જ રહે એ વધુ ઈચ્છવા યોગ્ય નથી? અનેકાંતની ઉદારતાનાં ગીત આ સ્થાને ન શોભે. પશ્ચિમના સ્વાતંત્ર્યના પુરકર્તાઓ કહે છે કે માનવીના મૂળભૂત અધિકારોમાં ભૂલ કરવાનો અધિકાર પણ સમાઈ જાય છે-શરત માત્ર એટલી કે એ બીજા કોઈને નડતરરૂપ ન હોવી જોઈએ. અનેકાંત દર્શન એટલું ઉદાર છે કે એ અખંડ સત્યના અંશગ્રાહીઓને પણ અન્યાય કરવા નથી માગતું. સત્યનું દર્શન કઠણ છે નિષ્ઠાયુકત સાધના માગે છે, પણ દષ્ટિકોણને પૂરતો અવકાશ મળી રહે એવી સાપેક્ષ શેલીએ રજૂ કરવું એ વધુ કઠણ કાર્ય છે. સત્યનો ઉપાસક જાગૃત કે સાવધ ન હોય તો તે નિર્નવતાની ગર્તામાં ગબડી પડે. વળી નિહનવો જ પૂરતી સાવધાનતાના અભાવે મૂળ માર્ગથી ભ્રષ્ટ થયા હોય અને ઉન્માર્ગે થોડું ઘણું ભમ્યા હોય તો પણ એક અપેક્ષાએ એમણે સન્માર્ગે ઝંખતા પ્રવાસીઓ ઉપર ઓછો ઉપકાર નથી કયો માર્ગ ભૂલેલાઓ જ માર્ગમાં આવતી ભૂલભૂલામણીનું વર્ણન કરી, પાછળ આવતી પ્રજાને નવું માર્ગદર્શન કરાવે છે-માર્ગના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. નિહનવવાદ રસ્તાનાં ભયસ્થાનો બતાવે છે. એક એક નિહુનવ જાણે કે સત્યના શોધક સામે ભયની લાલ બત્તી ધરી રાખી કહે છે: "આ વળાંક ભયંકર છે. અંતરના પ્રકાશને એટલે કે અનેકાંત દર્શન સંબંધી શ્રદ્ધાને વધુ સચેત કરજો; નહિતર જેવી અમારી દશા થઈ તેવી કદાચ તેથી વધારે ભયંકર દશા તમારી પણ થશે.” નિહનવોની આ ઐતિહાસિક કથાને, દુર્બલ કે દયાપાત્ર માનવીની કરુણ કહાણી કોઈ રખે માની લે. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા અને સંચમ-તપમાં કોઈ સુગંધરની સાથે સ્પર્ધા ખેલે એવા આ શક્તિશાળી પુરુષો હતા. કોઈ કમનસીબ પળે એ શકિતશાળીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 346