Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ ८ શીરે અહંતા-આગ્રહનું ભૂત ચડી બેઠું. બહુ બહુ તો આપણે એટલું તો કહી શકીએ કે જે જ્ઞાન, જે શક્તિ અને જે લાગવગ પોતે ધરાવતા હતા તે જોતાં એમણે ખૂબ જ જાગ્રત રહેવાની જરૂર હતી. મનને ઉન્મુકત-ખુલ્લું રાખ્યું હોત તો આવા કરુણ અકસ્માતો બનવા ન પામત. જમાલિ મુનિની વાત લઈએ, પોતે ક્ષત્રિય કુમાર હતા. ભ. મહાવીરની બહેનના પુત્ર અને જમાઈ પણ હતા. અગીયાર અંગના જ્ઞાતા અને પાંચસો સાધુના શિરતાજ હતા. એક દિવસે એમને તાવ આવ્યો. સાધુઓને પથારી કરતા જરા વાર લાગી. પછી તો "કરાતું હોય તે કરાયું" એપ્રકારના ભ. મહાવીરના સિદ્ધાંત સૂત્ર સામે એમણે બંડ ઉઠાવ્યું. જ્વરને લીધે જમાલીનું માથું ભમી ગયું. એ વાત ખરી છે. પણ તે સિવાય મહત્તા પ્રાપ્ત કરવાની ભ. મહાવીરના સમકક્ષ બનવાની તાલાવેલી જમાલીના અંતરમાં લાવારસની જેમ ઉભરાતી હતી. એટલે જ જમાલિની દશા, ડોલતા ડુંગર જેવી ભવ્ય છતાં કરુણ લાગે છે. પતિપ્રેમને લીધે જમાલિ મુનિના જજૂથમાં જોડાયેલી પ્રિયદર્શના (ભ. મહાવીરની પુત્રી) તો એક કુંભારની સાદી-સીધી યુક્તિના પ્રભાવે પોતાની ભૂલ સુધારે છે. પણ જમાલિના અંતરના બારણાં તો બીડાયેલાં જ રહે છે. દેવલોકનું આયુષ્ય પૂરું કરી, એ પણ મુક્તિનો પંથ પામશે એમ કહેવાયું છે. તિષ્યગુપ્તાચાર્ય, ચૌદ પૂર્વના જ્ઞાતા એવા શ્રુતકેવળી વસુ મહારાજના શિષ્ય હતા. નવ પૂર્વનો અભ્યાસ તો તિષ્યગુપ્ત પણ કરી ચૂકયા હતા. દશમા પૂર્વના અધ્યયન ટાણે આત્માનો છેલ્લો પ્રદેશ એ જ આત્મસર્વસ્વ છે એવી ભ્રાંતિ એમને જાગી. હજાર તંતુવાળા પટમાં ૯૯૯ તાણાવાણા મળ્યા હોય-એક જ તાંતણો બાકી હોય ત્યાં સુધી એ સંપૂર્ણ પટ ન કહેવાય. છેલ્લા એક જ તાંતણામાં કંઈક એવો ચમત્કાર છે–કંઈક એવી સિદ્ધિ છે કે તે પટને સંપૂર્ણતા આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 346