________________
સંક્ષોભ-એ ડોળાણ તળીયે ઠરેલા જ રહે એ વધુ ઈચ્છવા યોગ્ય નથી?
અનેકાંતની ઉદારતાનાં ગીત આ સ્થાને ન શોભે. પશ્ચિમના સ્વાતંત્ર્યના પુરકર્તાઓ કહે છે કે માનવીના મૂળભૂત અધિકારોમાં ભૂલ કરવાનો અધિકાર પણ સમાઈ જાય છે-શરત માત્ર એટલી કે એ બીજા કોઈને નડતરરૂપ ન હોવી જોઈએ. અનેકાંત દર્શન એટલું ઉદાર છે કે એ અખંડ સત્યના અંશગ્રાહીઓને પણ અન્યાય કરવા નથી માગતું. સત્યનું દર્શન કઠણ છે નિષ્ઠાયુકત સાધના માગે છે, પણ દષ્ટિકોણને પૂરતો અવકાશ મળી રહે એવી સાપેક્ષ શેલીએ રજૂ કરવું એ વધુ કઠણ કાર્ય છે. સત્યનો ઉપાસક જાગૃત કે સાવધ ન હોય તો તે નિર્નવતાની ગર્તામાં ગબડી પડે.
વળી નિહનવો જ પૂરતી સાવધાનતાના અભાવે મૂળ માર્ગથી ભ્રષ્ટ થયા હોય અને ઉન્માર્ગે થોડું ઘણું ભમ્યા હોય તો પણ એક અપેક્ષાએ એમણે સન્માર્ગે ઝંખતા પ્રવાસીઓ ઉપર ઓછો ઉપકાર નથી કયો માર્ગ ભૂલેલાઓ જ માર્ગમાં આવતી ભૂલભૂલામણીનું વર્ણન કરી, પાછળ આવતી પ્રજાને નવું માર્ગદર્શન કરાવે છે-માર્ગના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. નિહનવવાદ રસ્તાનાં ભયસ્થાનો બતાવે છે. એક એક નિહુનવ જાણે કે સત્યના શોધક સામે ભયની લાલ બત્તી ધરી રાખી કહે છે: "આ વળાંક ભયંકર છે. અંતરના પ્રકાશને એટલે કે અનેકાંત દર્શન સંબંધી શ્રદ્ધાને વધુ સચેત કરજો; નહિતર જેવી અમારી દશા થઈ તેવી કદાચ તેથી વધારે ભયંકર દશા તમારી પણ થશે.”
નિહનવોની આ ઐતિહાસિક કથાને, દુર્બલ કે દયાપાત્ર માનવીની કરુણ કહાણી કોઈ રખે માની લે. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા અને સંચમ-તપમાં કોઈ સુગંધરની સાથે સ્પર્ધા ખેલે એવા આ શક્તિશાળી પુરુષો હતા. કોઈ કમનસીબ પળે એ શકિતશાળીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org