Book Title: Navu Darshan Navo Samaj Author(s): Tulsi Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 9
________________ ચિંતન તેનાથી અલગ છે. મારી દષ્ટિએ શિક્ષણ પ્રણાલી તો સારી છે પરંતુ અપર્યાપ્ત છે, અધૂરી છે. તે અધૂરાપણાને પૂર્ણ કરી દેવામાં આવે તો દેશની - નવી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરી શકાય છે. - વીસમી સદીના આખરી બે ત્રણ દસકાઓને આર્થિક પ્રતિસ્પધીઓના દસકા કહી શકાય છે. અર્થકન્દ્રિત દષ્ટિકોણ ગમે તે રીતે અર્થનું ઉપાર્જન કરવાનું અને ઉપભોગની સામગ્રીના ઢગલા કરવાનું દર્શન આપે છે. આવા સંજોગોમાં પણ લોકો ગાંધીના અર્થશાસ્ત્રની વાતો કરે છે. માનું ચિંતન અર્થસાપેક્ષ હતું. તેમના અર્થશાસ્ત્રનો આધાર લઈને સમાજવ્યવસ્થાને ચલાવવાનો પ્રયત્ન પણ થયો. કેટલાક લોકો પૂછે છે કે શું મહાવીરનું પણ અર્થશાસ્ત્ર હોઈ શકે? આ પ્રશ્ન પણ સહેતુક છે. મહાવીર મોક્ષશાસ્ત્રના પ્રવક્તા હતા. મોક્ષ અને અર્થની દિશાઓ સર્વથા ભિન્ન છે. આ ભિન્નતા હોવા છતાં પણ મહાવીરના અર્થશાસ્ત્રીય વિચારો અત્યંત વિલક્ષણ છે. આ દષ્ટિએ જોતાં એમ સ્વીકારવું પડશે કે મહાવીરના દર્શનમાં અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોનાં બીજ મળે છે. અર્થના સંદર્ભમાં લોકોના ભિન્ન ભિન્ન ખ્યાલો પ્રવર્તે છે. કેટલાક લોકો અર્થને ઉપયોગી માને છે તો કેટલાક લોકો તેને અનર્થનું મૂળ સમજે છે. મહાવીરના મત અનુસાર અર્થ અથવા પદાર્થ ન તો અર્થનું મૂળ છે અને ન તો અનર્થનું મૂળ છે. અર્થ અને અનર્થનો સર્જક સ્વયં માનવી છે. તેનો દષ્ટિકોણ જ તેનો નિર્ધારિક બને છે. આવાં અનેક તત્ત્વોને અભિવ્યક્ત કરનારું પુસ્તક છે “નવું દર્શનઃ નવો સમાજ. આ પ્રસ્તુત કતિમાં અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને મહાવીરના અર્થશાસ્ત્ર સંબંધી જેટલા વિચાર છે તેને મેં માત્ર વાણી આપી છે. તેને ગ્રહણ કરનાર ઉપયુક્ત પાત્ર ન મળ્યું હોત તો એ વાણી વેરવિખેર થઈ જાત. સાધ્વીપ્રમુખા કનકપ્રભાએ મારા વિચારોના પ્રવાહને બંધનું એક સ્વરૂપ આપીને વાચકો માટે ઉપયોગી બનાવ્યા છે. આ કાર્યમાં તેમની નિષ્ઠા અને લગનનો ઉલ્લેખ કરીને હું તેને ભારેખમ બનાવવા ઇચ્છતો નથી. છતાં એટલું અવશ્ય ઈચ્છું છું કે સાહિત્યના લેખન અને સંપાદનમાં તેમની આ ઓળખ બીજાઓ માટે પ્રેરણા બને. જૈન વિશ્વ ભારતી અણુવ્રત અનુશાસ્તા તુલસી લાડનું ૧ મે, ૧૯૯૬ VII Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 260