Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ભગવાન મહાવીરનું જીવન અને દર્શન ભારdય સંસ્કૃતિનો આદર્શ છે. તેમના જેવું જીવન-સૌકોઈ ન જીવી શકે તે સાચું છે, પરંતુ તેમણે તો ગૃહસ્થ જીવનને સ્વસ્થ તથા પ્રશસ્ત બનાવવા માટે પણ કેટલાંક જીવનમૂલ્યો અથવા ચારિત્રિક આદર્શી પ્રસ્તુત કર્યા હતાં. તે આદર્શે જનજીવન સાથે ગુંથાયેલા રહ્યા હોત તો માનવીનું જીવન આટલું કઠિન ન હોત, પરંતુ તે આદર્શો ક્યાંક ખોવાઈ ગયા. તે આદર્શોને લોકજીવન સાથે જોડવા માટે અવારનવાર કેટલાક પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે. અણુવ્રત અનુશાસ્તા ગણાધિપતિ ગુરુદેવ શ્રી તુલસી તેમના સમર્થ પ્રતિનિધિ છે. તેઓ છેલ્લી લગભગ અડધી શતાબ્દીથી નૈતિક તેમજ ચારિત્રિક મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના કાર્યક્રમોમાં અણુવ્રત એક મુખ્ય કાર્યક્રમ છે. તેના આધારે તેમણે દૂર દૂરના પ્રદેશોની લાંબી પદયાત્રાઓ કરી. વ્યક્તિસંપર્ક, કથા-વાત, પ્રવચન, પ્રશિક્ષણ, સાહિત્ય વગેરે તેની કાર્યશૈલીનાં અંગો છે. નૈતિકતા અથવા ચારિત્ર વિષે હિન્દી ભાષામાં તેમનું જેટલું સાહિત્ય છે તેની તુલના કદાચ થઈ શકે તેમ નથી. “નવું દર્શનઃ નવો સમાજ” એ જ સાહિત્યશ્રેણીની એક નૂતન કડી મહાવીરદર્શનના આધારે શું કોઈ જીવનશૈલી વિકસિત થઈ શકે ખરી? આ પ્રશ્નનું સમાધાન છે- “નવું દર્શન : નવો સમાજ.' ઉપભોક્તા મૂલ્યોની સંસ્કૃતિમાં સંયમને એક ખીંટી પર ટીંગાવીને જીવી શકાય છે, આ ભ્રમણા તોડનારી કૃતિ છે- “નવું દર્શનઃ નવો સમાજ.' ભગવાન મહાવીર ધર્મના પ્રવર્તક અને મોક્ષના સાધક હતા. અર્થશાસ્ત્રના સંદર્ભમાં તેમનું કોઈ વૈચારિક અવદાન નથી. આ વિચારધારાને નવી દિશા પ્રદાન કરનારું પુસ્તક છે- “નવું દર્શન : નવો સમાજ.' પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે ચાર વિષયોને કેન્દ્રમાં રાખીને વિચારયાત્રા કરવામાં આવી છે- અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને મહાવીરનું અર્થશાસ્ત્ર. અન્ય વિષયો તરીકે તેની સામગ્રી ૪૧ શીર્ષકોમાં સમાવેલી છે. એમ તો સંપૂર્ણ સામગ્રી ચાર વર્ગોમાં વિભક્ત છે. અણુવ્રત વિષે ૧૫ લેખ છે. પ્રેક્ષાધ્યાન વિષેના ૧૧ લેખ છે. જીવનવિજ્ઞાન સંબંધી માહિતી આપતા ૬ લેખો છે તથા XI Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 260