Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ સંવિધાન પણ બની શકે છે. પરંતુ જીવનનું કોઈ વિધાન છે કે નહિ ? જીવનની કોઈ શૈલી છે કે નહિ ? આ એક યક્ષ પ્રશ્ન છે. તેના વિષે કોઈ ગંભીર વિચાર અને તેની ક્રિયાન્વિતીનો પ્રયત્ન અત્યંત અલ્પ થાય છે. કેટલાક લોકો એકવીસમી સદીને ધ્યાનમાં રાખીને માનવજીવન સંબંધી નવી કલ્પનાઓ કરી રહ્યા છે. એકવીસમી સદીનો પ્રારંભ થવાને હવે ઝાઝો સમય નથી. માત્ર ચાર વર્ષનો અંતરાલ છે. પંચવર્ષીય યોજનાઓની દૃષ્ટિએ પણ નવી સદી વિષે વિચારવાનું હવે અપ્રાસંગિક નથી. પરંતુ આવતીકાલ, ભવિષ્ય અથવા એકવીસમી સદીના બહાને આજની ઉપેક્ષા શાને ? આજના માનવીની આકાંક્ષાઓ કઈ છે ? તેની પૂર્તિ માટે શી અપેક્ષાઓ છે ? આ પ્રશ્નને ટાળી દેવાનું પણ યોગ્ય નથી. તેથી વર્તમાન જીવનશૈલીની સમીક્ષા અને નવી જીવનશૈલીના નિર્ધારણ પ્રત્યે ધ્યાન આપવું આવશ્યક જણાય છે. પ્રત્યેક દેશને પોતપોતાનું દર્શન હોય છે. દર્શન વગર ન તો રાજનીતિ ચાલે છે, ન સમાજનીતિ ચાલે છે, અને ન તો ધર્મનીતિ ચાલે છે. ભારતીય દર્શનના પાયામાં ત્યાગ, પ્રેમ, સંયમ, સાહસ, ધૃતિ, વિનમ્રતા, કરુણા, સહયોગ વગેરે ભરપૂર પ્રમાણમાં હતાં. ભારતીય સમાજની જીવનશૈલી પણ ઉક્ત તત્ત્વોથી ઓતપ્રોત હતી. અહીં ત્યાગનું સિંહાસન ભોગથી ઉપર રહેતું હતું. મોટા મોટા રાજા-મહારાજાઓ ત્યાગી સંતોનાં ચરણોમાં પ્રણામ કરતા હતા. લોકજીવનમાં પ્રેમનો પ્રવાહ વહેતો હતો. સ્વજન-પરિજનની તો શી વાત, અપરિચિત લોકો પ્રત્યે પણ સદ્ભાવના અને સત્કારનો ભાવ રહેતો હતો. ભારતીય લોકોની પાસે વૈભવની કમી નહોતી. પરંતુ સંયમપૂર્વક જીવનયાપન કરનારા લોકોને આદરની નજરે જોવામાં આવતા હતા. ભારતીય વીરોનાં સાહસોની ગાથાઓથી ઇતિહાસ ગૌરવાન્વિત થયો છે. પરંતુ અપહરણ અને હત્યાઓની આજના જેવી પરંપરા ત્યારે નહોતી. આતંકવાદનો આટલો બધો દુર્દમ આતંક પણ નહોતો. ધૃતિ, વિનમ્રતા, કરુણા, વગેરે વિધાયક ભાવો થકી તેમનાં જીવનમાં સભરતા, સરસતા અને ઉત્સાહ છલકાતાં હતાં. સહયોગની ભાવનાને કારણે સૌકોઈ પરસ્પર નિકટતા અને આત્મીયતાનો અનુભવ કરતા હતા. Jain Educationa International X For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 260