Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ જ પદાર્થને અલગ અલગ વીસ પ્રકારમાં બદલી નાખે છે. પરિવર્તન સહિત તૈયાર થતા ભોજનથી ક્યારેય અરુચિ થતી નથી. એ જ રીતે લેખક પોતાના વાચકોને એક જ પ્રકારની સામગ્રી પીરસીને વૈચારિક દષ્ટિએ નવી તાળી આપી શકતો નથી. તેથી લેખકે ભાવ, શિલ્પ વગેરેમાં બંધાઈ રહેવું ન જોઈએ. લેખકીય ધર્મ એ છે કે તે ન તો પૂરેપૂરો ખુલ્લો રહે અને ન તો પૂરેપૂરો બંધાયેલો રહે. કુસલે પુણ નો બદ્ધ નો મુશ્કે- કુશળ એ છે જે ન તો બદ્ધ હોય અને ન તો મુક્ત હોય. “આયારો’નું આ સૂત્ર ચિંતનને એક નવી જ ભૂમિકા પ્રદાન કરે છે. મીડિયા (માધ્યમ)ની નવી ક્રાંતિ છે-નવાં નવાં દશ્ય અને શ્રાવ્ય ઉપકરણોનો આવિષ્કાર થવી અને રેડિયોની સંસ્કૃતિએ માનવી માટે માહિતીનું ક્ષેત્ર વ્યાપક બનાવી દીધું છે. તેના પાWપ્રભાવે માનવીની વાચનની પ્રવૃત્તિને સીમિત કરી દીધી છે. આવા સંજોગોમાં નવા વિચાર અને તેની નવા સ્વરૂપમાં અભિવ્યક્તિ જ વાચકને પ્રભાવિત કરી શકે છે. પ્રત્યેક યુગને પોતાનું એક દર્શન હોય છે, પ્રત્યેક સમાજને પણ એક દર્શન હોય છે અને પ્રત્યેક યુગની પ્રતિનિધિ વ્યક્તિને પણ પોતાનું એક દર્શન હોય છે. સામાન્ય રીતે સામાન્ય માનવીને દર્શનની પરંપરા વારસામાં મળતી હોય છે. તે માત્ર પ્રણમ્ય જ નથી હોતી, ઉપાદેય પણ હોય છે. ભગવાન મહાવીર ભારતના શ્રદ્ધેય મહાપુરુષો પૈકીના એક છે. તેમનું દર્શન સ્વયં સવાંગસંપૂર્ણ દર્શન છે. તેઓ આધ્યાત્મિક પુરુષ હતા. પરંતુ વિજ્ઞાનનાં રહસ્યો તેમના માટે અજાયાં નહોતાં. તેમની વાણીમાં આધ્યાત્મિક સૂત્રોની જેમ જ વૈજ્ઞાનિક સૂત્રોને પણ પામી શકાય છે. આધુનિક વિજ્ઞાન ખાસ અર્વાચીન નથી. આમ છતાં તેને પોતાની ટેનિક છે. અધ્યાત્મ અને વિજ્ઞાન આ બંનેના આધારે એક નવા દર્શનનો વિકાસ કરીને તેને સમાજ માટે ઉપયોગી બનાવવાના ઉદ્દેશ થકી અમે એક કાર્યનો પ્રારંભ કર્યો છે. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન સ્વરૂપે તે દર્શન એક નવા સમાજનું દર્શન બને તેવી અપેક્ષા છે. અણુવ્રત એક આદર્શ માનવીનું મોડલ છે. પ્રેક્ષાધ્યાન તે મોડલને અનુરૂપ જીવન જીવવાનો પ્રયોગ છે. જીવનવિજ્ઞાન જીવવાની કલા છે. જીવનના પ્રારંભથી જ આ કલાનું પ્રશિક્ષણ સુલભ થઈ જાય તો અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન તેની સાથે સ્વાભાવિક રીતે જ ફલિત થઈ શકે છે. તે માટે શિક્ષણની પ્રણાલીની સાથે જીવનવિજ્ઞાનનો યોગ આવશ્યક છે. શિક્ષણ વિષે વિચારનારા અનેક લોકો તેના પરિવર્તનની અનુશંસા કરે છે. મારું VI Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 260